નીરજ બિઝનેસમૅન છે. આ બન્નેએ ૨૦૧૫માં લગ્ન કર્યાં હતાં
દૃષ્ટિ ધામી , નીરજ ખેમકા
દૃષ્ટિ ધામીએ તેના હસબન્ડ નીરજ ખેમકાને બર્થ-ડે વિશ કરતાં સેક્સી કહ્યો છે. નીરજ બિઝનેસમૅન છે. આ બન્નેએ ૨૦૧૫માં લગ્ન કર્યાં હતાં. દૃષ્ટિએ ‘મધુબાલા-એક ઇશ્ક એક જુનૂન’, ‘ગીત હુઈ સબસે પરાઈ’, ‘દિલ મિલ ગએ’ અને ‘સિલસિલા બદલતે રિશ્તોં કા’માં કામ કર્યું હતું. તેણે હસબન્ડ સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં નીરજે તેને ઊંચકી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દૃષ્ટિ ધામીએ કૅપ્શન આપી, ‘હૅપી બર્થ-ડે માય ક્રેઝી, હિલેરિયસ, સેક્સી પતિ. ઊંઘમાં વાતો કરવાની મારી ટેવને સહન કરવાની સાથે મને પ્રેમ કરવા બદલ આભાર. આઇ લવ યુ નીરજ ખેમકા.’