લાલકૃષ્ણ અડવાણી સાથે દેખાયાં 'રામાયણ'માં સીતા બનેલાં દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયા લાલ કૃષ્ણ અડવાણી સાથે
'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલ અભિનેત્રી દીપિકા ચિખલીયા સતત પોતાની જૂની તસવીરો શૅર કરે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો ચાહકોને ખૂબ જ ગમે છે. આ વખતે દીપિકા ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે જોવા મળ્યાં.
દીપિકા અને અડવાણીની આ તસવીરનું બૅકગ્રાઉન્ડ જોઈને એવું લાગે છે કે આ તસવીર ત્યારની જ્યારે દીપિકા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં હતાં. તેમની પાછળ મૂકવામાં આવેલા બૅનર જોઈ શકાય છે. તસવીરમાં દીપિકાએ સાડી પહેરી છે. અડવાણીને જોતાં ખૂબ જ ખુશ થઈ જાય છે.
ADVERTISEMENT
દીપિકા ચિખલિયા લાલકૃષ્ણ અડવાણીને નમસ્કાર કરતાં જોવા મળે છે. તો અડવાણી પણ હાથ જોડીને ઊભા છે અને તેમની તરફ જોઇને સ્માઇલ આપી રહ્યા છે. તસવીર સાથે દીપિકાએ કૅપ્શનમાં લખ્યું, "નમસ્કાર".
Namaskar ? pic.twitter.com/FO3Lea4DMB
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) June 1, 2020
આ પહેલા પણ દીપિકાએ એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી સાથે જોવા મળ્યાં હતા. દીપિકાએ આ તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, "એક જૂની તસવીર તે સમયની જ્યારે હું વડોદરાની ચૂંટણીમાં ઊભી રહી હતી. મારા જમણા હાથના ખૂણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે, પછી લાલકૃષ્ણ અડવાણી, હું અને ચૂંટણી ઇન્ચાર્જ નલિન ભટ્ટ."
An old pic when I stood for election from baroda now called as Vadodara extreme right is our PM narendra modi ji nxt to hom was LK Advaniji and me and nalin bhatt in charge of the election @narendramodi @pmo#lkadvani##contest#election#ramayan pic.twitter.com/H5PsttaodC
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) April 12, 2020
નોંધનીય છે કે 'રામાયણ'ને કારણે 90ના દાયકામાં દીપિકા ખૂબ દ જાણીતાં થયાં હતાં. આ દરમિયાન વર્ષ 1991માં તેમણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ગુજરાતના વડોદરામાં લોકસભા સીટ માટે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને આ ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી.