‘દબંગી મુલગી-આઇ રે આઇ’માં થશે તેની એન્ટ્રી
રાહુલ સુધીર
સોની પર આવતી સિરિયલ ‘દબંગી મુલગી-આઇ રે આઇ’માં ૧૪ વર્ષની લીપ આવવાની છે. એમાં યુગના રોલમાં રાહુલ સુધીર દેખાવાનો છે. શોમાં એવું દેખાડવામાં આવ્યું કે આર્યાને બચાવવા માટે અંકુશનો રોલ કરતો માનવ ગોહિલ પોતાનું બલિદાન આપે છે. હવે જે લીપ આવવાનો છે એમાં આર્યાને મોટી દેખાડવામાં આવશે અને તે પોતાના પરિવાર સાથે થયેલા અન્યાયનું વેર વાળવા માટે આતુર છે. એમાં પણ યુગ બનીને રાહુલ ખૂબ ઉતાર-ચડાવ લાવવાનો છે. યુગ લંડનથી આવે છે. સોમવારથી શુક્રવારે રાતે આઠ વાગ્યે આ શો ટેલિકાસ્ટ કરવામાં આવે છે. પોતાના રોલ વિશે રાહુલે કહ્યું કે ‘યુગનું કૅરૅક્ટર ભજવવાની સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે તે ભયાનક છે, કારણ કે તેનો એક છૂપો ઉદ્દેશ છે અને એને કારણે આર્યા ગુસ્સે ભરાય છે. તે તેને જજ નથી કરી શકતી અને બન્ને એકબીજા સાથે લડે પણ છે. યુગના કૅરૅક્ટર સાથે હું મારા રોલમાં એની નકારાત્મક બાજુ દેખાડીશ. મને આવા રોલ પ્રત્યે આકર્ષણ થાય છે, કેમ કે એના કારણે મારો એક ઍક્ટર તરીકે વિકાસ થાય છે અને સાથે જ મને કાંઈક નવું કરવાનો પણ અનુભવ મળે છે. દરેક રોલ સાથે હું કાંઈક નવાપણું લાવવા માગું છું. હંમેશાં સારું પર્ફોર્મ કરવા માટે મારી જાત માટે નવા માપદંડ બનાવું છું. આર્યાની લાઇફમાં યુગ અનેક વળાંક લાવવાનો છે. આ પાત્ર પર સખત મહેનત કરવાનું બીજું કારણ એ પણ છે કે આ શો મહારાષ્ટ્રનો હોવાથી મારી મરાઠી પર કામ કરું છું. આશા છે કે દર્શકો મને આ નવા અવતારમાં એન્જૉય કરશે.’

