સોની પર આવતી સિરિયલ ‘દબંગી-મુલગી આઇ રે આઇ’માં બુધવારથી ૧૪ વર્ષની લીપ દેખાવાની છે.
રચના મિસ્ત્રી
સોની પર આવતી સિરિયલ ‘દબંગી-મુલગી આઇ રે આઇ’માં બુધવારથી ૧૪ વર્ષની લીપ દેખાવાની છે. એમાં દબંગી આર્યા હવે મોટી દેખાડવામાં આવશે અને એ રોલ રચના મિસ્ત્રી કરી રહી છે. અગાઉ એ રોલ માહી ભદ્રા ભજવી રહી હતી, તો તેની મમ્મી છાયાનો રોલ સઈ દેવધર અને પપ્પા અંકુશના રોલમાં માનવ ગોહિલ જોવા મળ્યાં હતાં. તેમની હત્યાનું વેર વાળવા આર્યા જેનો રોલ રચના ભજવવાની છે તેની એન્ટ્રી થવાની છે. તેની અંદર હજી પણ દબંગી જોશ છે, પરંતુ સાથે મૅચ્યોરિટી પણ આવી ગઈ છે.
પોતાના આ રોલ વિશે રચના મિસ્ત્રીએ કહ્યું કે ‘આર્યામાં બાળપણથી જ દબંગી વલણ રહ્યું છે. જોકે તેની અંદર હવે મૅચ્યોરિટી આવતાં જગતને સારી રીતે સમજી રહી છે. તેની ઉદારતા અને સંવેદના તેના આગળના માર્ગને ઉજાળે છે, તે સંબંધોને મહત્ત્વ આપે છે. તેની અંદર તેના પિતા અંકુશે શીખવેલા બોધપાઠનું પ્રતિબિંબ છે. તે લાઇફમાં ખૂબ તકલીફમાંથી પસાર થઈ છે. આર્યાની અંદર હિંમત હજી પણ કાયમ છે. સત્યાએ જે કાંઈપણ ખોટું કામ કર્યું છે અને તેના પેરન્ટ્સના મૃત્યુનો બદલો લેવા આર્યાને એકદમ હિંમતવાળી અને મક્કમ દેખાડવામાં આવશે.
આ શો અને આર્યાના પાત્રને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. નાનકડી માહી ભદ્રાએ જે બેન્ચમાર્ક બનાવ્યો છે એથી આ રોલ ભજવવાની મારા પર મોટી જવાબદારી છે. આ જર્ની મારા માટે
એક ઍક્ટર તરીકે નવા આયામ શોધવામાં મદદ કરશે, કારણ કે આર્યામાં ઘણાં લેયર્સ છે. આશા છે કે આર્યાની લાઇફના નવા ચૅપ્ટરને હું ન્યાય આપી શકીશ.’