16 વર્ષ પછી આ સીરિયલના સેટ પર મળ્યા બે દિગ્ગજ કલાકાર, આવું હતું રિએક્શન
16 વર્ષ પછી આ સીરિયલના સેટ પર મળ્યા બે દિગ્ગજ કલાકાર, આવું હતું રિએક્શન
અનેક રોમાંચક સ્ટોરીઓ વચ્ચે ઝીટીવીએ તાજેતરમાં જ પોતાના ખૂબ જ સફળ વીકેન્ડ થ્રિલર બ્રહ્મરાક્ષસ 2ની બીજી સીઝનની શરૂઆતની છે. બાલાજી ટેલિફિલ્મ્સના નિર્માણમાં બનેલા આ શૉમાં ટેલીવિઝન અભિનેત્રી નિક્કી શર્મા એક ખાસ પાત્ર ભવજી રહી છે, જેની ઑપોઝિટ પર્લ વી. પુરી અંગદના રોલમાં જોવા મળે છે.
એક રોમાંચક શરૂઆત પછી આ શૉમાં તાજેતરમાં જ બ્રહ્મરાક્ષસનો રિયલ ફેસ બતાવવામાં આવ્યો છે, જેમાં બ્રહ્મરાક્ષસ માનવીય રૂપ લે છે. પૉપ્યુલર ટેલીવિઝન એક્ટર ચેતન હંસરાજ દ્વારા ભજવવામાં આવતી બ્રહ્મરાક્ષસના રોલમાં તે ગહેના (રૂપા દિવેતિયા) સાથે મળીને કાલિંદી વિરુદ્ધ ષડયંત્ર રચે છે, જ્યાં ગહેના બ્રહ્મરાક્ષસની શક્તિઓ જગાડવા માટે તંત્ર-મંત્રની મદદ લે છે.
ADVERTISEMENT
પડદા પર આ બન્ને પાત્રો જેટલા નજીક દેખાય છે, તેટલા જ નજીક તે રિયલ લાઇફમાં પણ ચે. રૂપા અને ચેતન વચ્ચે ઑફ-સ્ક્રીન પણ ઊંડો નાતો છે. હાલ બન્નેની મુલાકાત થઈ હતી, જ્યારે બન્નેએ 2004માં એક શો માટે શૂટ કર્યું હતું. હવે લગભગ 16 વર્ષ પછી બન્ને ફરી એક વાર બ્રહ્મરાક્ષસ 2ના સેટ પર મળ્યા છે. સાથે જ સીન્સનું શૂટિંગ કરતા રૂપા અને ચેતન ખૂબ જ સારો સમય પસાર કરી રહ્યા છે અને પોતાની જૂની સ્મૃતિઓ વાગોળે છે.
ચેતન હંસરાજે જણાવ્યું, "મેં મારો પહેલા શૉમાં રૂપાજી સાથે કામ કર્યું હતું. હકીકતે ત્યાર બાગ અમે બ્રહ્મરાક્ષસ 2ના સેટ પર જ મળ્યા અને ખરેખર આ ખૂબ સારો અનુભવ છે. મારે કહેવું જોઇએ કે આ ખૂબ જ જુદાં પ્રકારનો અનુભવ રહ્યો. મેં બાલાજી સાથે આટલા બદા શૉઝ કર્યા છે કે હું સેટ પર એક્ટર્સથી લઈને સ્પૉટ દાદા અને કેમેરામેન સુધી, ઘણાં બધા એવા લોકોને જોઉં છું જે મારા છેલ્લા શૉઝમાં પણ રહી ચૂક્યા છે. આ જાણે ગઈ કાલની જ વાત હતી એવું લાગે છે. રૂપાજી સાથે કામ કરીને ખરેખર હું ખૂબ જ સન્માનિત અનુભવું છું."
રૂપા દિવેતિયાએ કહ્યું, "ચેતન સાથે કામ કરવું હંમેશાંથી રોમાંચક અનુભવ રહ્યો છે અને આ એટલા માટે પણ, કારણકે અમને આટલા વર્ષો પછી એક સાથે કામ કરવાની તક મળી રહી છે. ચેતને એક બાળક તરીકે મારી સાથે પોતાનું કરિઅર શરૂ કર્યું હતું. તે સમયે તે ખૂબ જ યંગ હતો અને હવે તે એક મેચ્યોર એક્ટર બની ગયો છે. બ્રહ્મરાક્ષસ 2ના સેટ પર તેની સાથે ફરી જોડાવું ખરેખર ખુશીની વાત છે."


