આ શોની ટીઆરપી સતત ગબડી રહી છે
ભાવિકા શર્મા
સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ઈશાનનો રોલ કરનાર શક્તિ અરોરાની એક્ઝિટ કન્ફર્મ છે. હવે સવીનો રોલ કરનાર ભાવિકા શર્મા પણ આ શોમાંથી નીકળી જવાની છે એવું જાણવા મળ્યું છે. આ શોની ટીઆરપી સતત ગબડી રહી છે. લોકોને આ શો સાથે જકડી રાખવા માટે મેકર્સ ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લાવ્યા હતા. જોકે એનો કોઈ ફાયદો ન થતાં મેકર્સે લીપ લેવાનું નક્કી કર્યું છે. એથી શોની આખી કાસ્ટ બદલાઈ જશે. અગાઉની સીઝનમાં નીલ ભટ્ટ અને આયેશા સિંહ લીડ રોલમાં હતા અને એ સીઝનમાં તેમની જોડી લોકોને ખૂબ ગમી હતી. ભાવિકાની એક્ઝિટ વિશે ચોક્કસ માહિતી નથી મળી શકી.

