ટીવી-ઍક્ટ્રેસ અનુષ્કા સેને મુંબઈમાં એક શાનદાર મકાન ખરીદ્યું છે. તે અત્યારે ૨૧ વર્ષની છે એનો ફોટો તેણે શૅર કર્યો છે.
બાલવીર’ની ઍક્ટ્રેસ અનુષ્કા સેને એકવીસ વર્ષની વયે મુંબઈમાં આલીશાન ઘર ખરીદીને તેનું બીજું સપનું પૂરું કર્યું
ટીવી-ઍક્ટ્રેસ અનુષ્કા સેને મુંબઈમાં એક શાનદાર મકાન ખરીદ્યું છે. તે અત્યારે ૨૧ વર્ષની છે એનો ફોટો તેણે શૅર કર્યો છે. જોકે ઘરની અંદરની ઝલક તેણે નથી દેખાડી, પરંતુ બાલ્કનીના ફોટો શૅર કર્યા છે. અનુષ્કાએ ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘યહાં મૈં ઘર ઘર ખેલી’, ‘બાલવીર’, ‘ઝાંસી કી રાની’, ‘ઇન્ટરનેટવાલા લવ’, ‘અપના ટાઇમ ભી આયેગા’ અને ‘ફિયર ફૅક્ટર ઃ ખતરોં કે ખિલાડી 11’માં જોવા મળી હતી. સાથે જ તે કેટલાક મ્યુઝિક વિડિયોમાં પણ દેખાઈ છે. પોતાના નવા મકાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી, ‘અમારું નવું ઘર. સેન ફૅમિલી. બીજું એક સપનું પૂરું થયું.’