આ એક્ટરને ડેટ કરી રહી છે બાલિકા વધૂની 'આનંદી', પોસ્ટ દ્વારા આપી જાણકારી
અવિકા ગોર અને મિલિંદ ચંદવાની
પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈન સતત ચર્ચામાં છવાયેલી નાના પડદાની સૌથી લોકપ્રિય એક્ટ્રેસ અવિકા ગોરે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી દીધી છે. તે રોડીઝ ફૅમ મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. આ વાતની જાણકારી બાલિકા વધૂ ફૅમ એક્ટ્રેસ અવિકાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેણે મિલિંદ ચંદવાની સાથેની ઘણી તસવીરો શૅર કરી છે, જેમાં બન્નેની કેમિસ્ટ્રી સુંદર નજર આવી રહી છે.
ADVERTISEMENT
અવિકા ગોરે મિલિંદ ચંદવાની સાથેની બે તસવીરનો કોલાજ બનાવીને પોસ્ટ શૅર કરી છે. એની સાથે એણે કેપ્શનમાં લખ્યું છે અને પોતાના મનની વાત પોસ્ટ દ્વારા વ્યક્ત કરી છે, મારી પ્રાર્થના સ્વીકારી..!!! મને મારા જીવનનો પ્રેમ મળી ગયો. હું હંમેશા માટે એની છું અને તે મારો છે. મારા દિલની ઉંડાઈછી તમને પ્રેમ કરું છું. મને પૂર્ણ કરવા બદલ આભાર..
લોકપ્રિય શૉ બાલિકા વધૂમાં આનંદીનો રોલ પ્લે કરીને પ્રખ્યાત થયેલી અવિકા ગોર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હાલ તે 22 વર્ષની થઈ ગઈ છે. અવિકાનું લૂક અને સ્ટાઈલ ફૅન્સને દિવાના બનાવી દે છે. ઈન્સ્ટાગ્રામ પર એની તમામ સ્ટાઈલિશ તસવીરો છે, જે જોઈને તમે હેરાન થઈ જશો કે સ્ક્રીન પર સીધી સાદી જોવા મળેલી આનંદી હાલ આટલી સ્ટાઈલિશ છે. અવિકાએ 2008માં જ્યારે આ શૉ શરૂ કર્યો હતો, ત્યારે તે માત્ર 11 વર્ષની હતી. 2000થી વધારે એપિસોડ બનાવવાનો રૅકોર્ડ પોતાના નામે કરનારા આ શૉમાં આનંદી જ સૌથી પોપ્યુલર પાત્ર હતું અને આ રોલને લાંબા સમય સુધી અવિકા ગોરે જ ભજવ્યો હતો.