‘બિગ બૉસ’ના એક્સ-સ્પર્ધક અલી ગોનીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘આ શોમાં શું ચાલી રહ્યું છે સમજમાં નથી આવતું, પરંતુ ખૂબ જ દુઃખની વાત છે. મારું માનવું છે કે મેકર્સે આવું ન કરવું જોઈએ. તમે જાહેરમાં આ રીતે કોઈની ઇમેજને ખરાબ ન કરી શકો.
અલી ગોની
અલી ગોની ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં જોવા મળ્યો હતો અને તે હાલમાં એના મેકર્સ પર ભડક્યો છે. અત્યારે ‘બિગ બૉસ’ની સત્તરમી સીઝન ચાલી રહી છે. આ સીઝનમાં પહેલાં ઈશા માલવિયા તેની રિલેશનશિપને લઈને ચર્ચામાં હતી. આ શોમાં તેની સાથે તેનો એક્સ-બૉયફ્રેન્ડ અભિષેક કુમાર પણ હતો. ત્યાર બાદ શોમાં તેનો કરન્ટ બૉયફ્રેન્ડ સમર્થ જુયાલ પણ જોવા મળ્યો હતો. આ કારણસર ઈશાની લાઇફ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. જોકે હાલમાં આ શોમાં મુનાવર ફારુકીની રિલેશનશિપ ચર્ચામાં જોવા મળી રહી છે. આ શોમાં આયેશા ખાનની એન્ટ્રી થઈ છે. આયેશા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે. તે એક સમયે મુનાવરને ત્રણ-ચાર મહિના માટે ડેટ કરી રહી હતી. જોકે મુનાવર એ પહેલાં એક અન્ય છોકરીને ડેટ કરી રહ્યો હતો. બ્રેકઅપ બાદ મુનાવર અને આયેશા ડેટ કરતાં હતાં. પરંતુ એ સમય દરમ્યાન મુનાવરે તેની એક્સ-ગર્લફ્રેન્ડ સાથે મોબાઇલ પર વાતો કરી હતી. આથી મુનાવરની પર્સનલ લાઇફ ચર્ચાનો વિષય બની છે. આ સોશ્યલ મીડિયા પર મુનાવરની ઇમેજ ખરાબ કરવા માટે મેકર્સ આ બધું કરી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ વિશે ‘બિગ બૉસ’ના એક્સ-સ્પર્ધક અલી ગોનીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘આ શોમાં શું ચાલી રહ્યું છે સમજમાં નથી આવતું, પરંતુ ખૂબ જ દુઃખની વાત છે. મારું માનવું છે કે મેકર્સે આવું ન કરવું જોઈએ. તમે જાહેરમાં આ રીતે કોઈની ઇમેજને ખરાબ ન કરી શકો. હાઉસમેટ્સ કંઈ પણ કહે એ વસ્તુ અલગ છે, પરંતુ ‘બિગ બૉસ’ના મેકર્સ આ રીતે બહારથી લોકોને અંદર મોકલે અને ઇમેજ ખરાબ કરે એ ખૂબ જ ખોટું છે. આ તેની પર્સનલ લાઇફ છે. આ ખૂબ જ દુઃખની વાત છે.’
