Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ઐશ્વર્યા રાય બચ્ચન

કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪: ઐશ્વર્યા રાય બચ્ચનનો અદ્ભુત લૂક આવ્યો સામે, જુઓ તસવીરો

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હંમેશા ઐશ્વર્યા રાય બચ્ચનની રાહ જોવાતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી તેની હેરસ્ટાઈલ તેના ચાહકોને પરેશાન કરી રહી હતી. હાલમાં જ જ્યારે તે ઍરપોર્ટ પર જોવા મળી ત્યારે તેના હાથ પર પ્લાસ્ટર હતું, પરંતુ હવે જ્યારે તે કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની ત્યારે તેના હાથ પરની ઈજા તો દેખાઈ રહી હતી, પરંતુ તેની હેરસ્ટાઈલ નવી દેખાઈ હતી, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. તેના પોશાક વિશે શું કહેવું. સુંદર બ્લેક ઍન્ડ વ્હાઇટ ચમકતા આઉટફિટમાં તે એકદમ અદ્ભુત લાગી રહી હતી.

17 May, 2024 04:55 IST | Cannes | Gujarati Mid-day Online Correspondent
દુઆ લિપા, મિશેલ યોહ, લિઝો (તસવીર સૌજન્ય - મિડ-ડે)

અતરંગી ડ્રેસ પહેરીને સેલેબ્સ પહોંચ્યાં મેટ ગાલા 2024, પછી જે થયું તે જોવા જેવુ

ન્યુ યોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ દ્વારા ફેશન જગતના સૌથી મોટા ઇવેન્ટ મેટ ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન ઈવેન્ટમાં અનેક સેલિબ્રિટીઝના આઉટફિટે પ્રશંસા મેળવી હતી, પણ એવા અનેક સેલિબ્રિટીઝ હતા જેમણે ખૂબ જ વિચિત્ર પ્રકારના ડ્રેસ અને આઉટફિટ પહેરવાને લીધે ચર્ચામાં આવ્યા છે. તો માણીએ એવા સેલિબ્રિટીઝની તસવીરો જે મેટ ગાલામાં વિચિત્ર કપડાં પહેરવાને લીધે વાઇરલ થઈ રહ્યા છે. (તસવીર સૌજન્ય - મિડ-ડે)

07 May, 2024 09:08 IST | New York | Gujarati Mid-day Online Correspondent
ગિગી હદીદ અને પેનેલો ક્રુલ

Met Gala 2023 Photos: હૉલીવૂડ અને બૉલિવૂડના સિતારાઓનો રેડ કાર્પેટ પર ફૅશનનો જલવો

ગઈ કાલે ન્યુ યોર્ક શહેરમાં મેટ ગાલા (Met Gala 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હૉલીવૂડ અને બૉલિવૂડના અનેક સેલિબ્રિટીઝે પોતાના શાનદાર ફૅશનેબલ અંદાજથી દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. મેટ ગાલા 2023માં અલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સાથે કીમ કાર્ડિશિયન, નાઓમી કૅમ્પબેલ, પેનેલો ક્રુલ અને ગિગી હદીદ જેવી ઘણી સેલિબ્રિટીઝે આ રેડ કાર્પેટ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

03 May, 2023 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: અનુરાગ આહિરે

હૉલીવુડથી સજી નીતા મુકેશ અંબાણીની ઇવેન્ટ

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની બીજા દિવસની ગાલા ઇવેન્ટમાં હૉલીવુડે પોતાની હાજરીથી આ સેરેમનીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

02 April, 2023 04:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

HBD નિક જોનસ : પ્રિયંકા ચોપરા પહેલા આ હતી રૉકસ્ટારની પ્રેમિકાઓ

હૉલીવૂડના ગાયક અને બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પતિ નિક જોનસ (Nick Jonas)નો આજે ૩૦મો જન્મદિવસ છે. નિક તેના અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાનાથી દસ વર્ષ નાની પ્રિયંકા સાથે લગ્ન કર્યા ત્યારે પણ ખુબ ચર્ચામાં હતો. જોકે, નિકે પ્રિયંકા સાથે લગ્ન કર્યા તે પહેલા પણ તે અનેક અમેરિકન સેલેબ્ઝને ડેટ કરી ચૂક્યો છે. આવો જાણીએ નિક જોનસના લવ અફેર વિશે… (તસવીર સૌજન્ય : નિક જોનસનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

16 September, 2022 12:50 IST | Mumbai
વિલ સ્મિથની તસવીરોનો કોલાજ

Photos: ઓસ્કારમાં ક્રિસને થપ્પડ માર્યા બાદ પ્રથમ વખત મુંબઈમાં દેખાયો વિલ સ્મિથ

ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ મીડિયામાંથી ગાયબ હતો. વિલ સ્મિથને લઈને દુનિયાભરમાં ચર્ચા છે અને તે મુંબઈમાં સમય વિતાવી રહ્યો છે. વિલ સ્મિથ આજે 23 એપ્રિલે મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. વિલ આ પ્રાઈવેટ એરપોર્ટ પરથી અમેરિકા પરત જતો જોવા મળ્યો હતો. તસવીર સૌજન્ય: વિલ સ્મિથ

23 April, 2022 06:14 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK