એક ઇન્ટરવ્યુમાં જોહાનસને કહ્યું હતું કે તેને ટૉમ ક્રૂઝ સાથે કામ કરવું છે
રલેટ જોહાનસન અને ટૉમ ક્રૂઝનું સ્કા
ટૉમ ક્રૂઝનું કહેવું છે કે તેને સ્કારલેટ જોહાનસન સાથે કામ કરવું છે. ટૉમ ક્રૂઝ તેની ઍક્શનથી ભરપૂર ‘મિશન : ઇમ્પૉસિબલ – ડેડ રેકનિંગ પાર્ટ વન’ લઈને આવી રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં જોહાનસને કહ્યું હતું કે તેને ટૉમ ક્રૂઝ સાથે કામ કરવું છે. આ વિશે પૂછવામાં આવતાં ટૉમ ક્રૂઝે કહ્યું કે ‘તે ખૂબ જ અદ્ભુત છે. તે એક સારી ઍક્ટ્રેસ અને મૂવી સ્ટાર છે. મેં તેની કરીઅર અને તેની આખી લાઇફ જોઈ છે. તે ખૂબ જ ટૅલન્ટેડ છે. તેની સાથે કામ કરવાની મજા આવશે. તે કોઈ પણ પાત્ર ભજવી શકે છે. તે કૉમેડી, ડ્રામા, ઍક્શન અને સસ્પેન્સ બધું જ કરી શકે છે. તે એક એવી વ્યક્તિ છે જે સ્ક્રીન તરફ ખેંચી લાવે છે. આથી તેની સાથે હું જરૂર કામ કરીશ.’


