રાઇટર્સે તેમની ઓછામાં ઓછી ફીમાં વધારો કરવાની ડિમાન્ડ કરી છે તેમ જ એક જ શોમાં એક કરતાં વધુ રાઇટર્સનો સમાવેશ કરવા માટે પણ કહ્યું છે
ટૉમ ક્રૂઝ
ટૉમ ક્રૂઝે હાલમાં હૉલીવુડના પ્રોડ્યુસર્સને વિનંતી કરી છે કે તેઓ સ્ટ્રાઇક પર ઊતરેલા રાઇટર્સ અને ઍક્ટર્સની ડિમાન્ડને સાંભળે. રાઇટર્સે તેમની ઓછામાં ઓછી ફીમાં વધારો કરવાની ડિમાન્ડ કરી છે તેમ જ એક જ શોમાં એક કરતાં વધુ રાઇટર્સનો સમાવેશ કરવા માટે પણ કહ્યું છે જેથી તેમના પર કામનો લોડ ઓછો રહે. આ સ્ટ્રાઇકમાં એ વાતને પણ ઊંચકવામાં આવી છે કે રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં ન આવે. એને કારણે શોની ક્વૉલિટી પર અસર પડી રહી છે. ટૉમ ક્રૂઝે જૂનમાં એ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે હવે તેણે હૉલીવુડના પ્રોડ્યુસર્સને વિનંતી કરી છે કે સ્ટ્રાઇક પર ઊતરેલા ઍક્ટર્સ અને રાઇટર્સની ડિમાન્ડને સાંભળવામાં આવે તેમ જ તેણે સ્ટન્ટમૅન માટે પણ ચિંતા વ્યક્ત કરી છે.


