તે હૉલીવુડની ‘હાર્ટ ઑફ સ્ટોન’માં દેખાવાની છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનું માનવું છે કે હૉલીવુડ અને બૉલીવુડમાં કામ કરવામાં કોઈ ફરક નથી, માત્ર ભાષા અલગ છે. તે હૉલીવુડની ‘હાર્ટ ઑફ સ્ટોન’માં દેખાવાની છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. હૉલીવુડ અને બૉલીવુડમાં કામ કરવામાં શું તફાવત છે એવું તેને પૂછવામાં આવ્યું હતું. આલિયાએ કહ્યું કે ‘બન્નેમાં કોઈ ફરક નથી. આખા વિશ્વમાં સેટ તો સરખો જ હોય છે. લોકો અથવા વિઝન, જોશ અને ઉદ્દેશ પણ એકસરખા છે. માત્ર ભાષા જ અલગ છે અને સાથે જ સ્ટોરી પણ અલગ હોય છે. ખરેખર તો ઇમોશન્સ અગત્યનાં હોય છે, કારણ કે એ જ વસ્તુ તો દર્શકોને કનેક્ટ કરે છે.’
આલિયા ભટ્ટની કઈ હરકતને લઈને લોકોએ તેને અનપ્રોફેશનલ કહી?
ADVERTISEMENT
આલિયા ભટ્ટને લોકોએ અનપ્રોફેશનલ કહી છે. એનું કારણ છે કે ઇન્ટરનૅશનલ મીડિયાને ઇન્ટરવ્યુ આપતી વખતે તે નીરસ દેખાઈ રહી હતી. તેની આગામી ફિલ્મ ‘હાર્ટ ઑફ સ્ટોન’ના પ્રમોશન દરમ્યાન તેના ચહેરાના હાવભાવ જોઈને લોકો તેની નિંદા કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે ગલ ગડોટ અને જેમી ડોર્મન પણ જોવા મળશે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. તેમના ઇન્ટરવ્યુનો વિડિયો વાઇરલ થયો છે. એમાં ગલ ગડોટને તેની વર્ક અને ફૅમિલી લાઇફ પર સવાલ કરવામાં આવ્યો હતો. ગલ ગડોટ જવાબ આપી રહી છે અને આલિયાને તેના જવાબમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી દેખાતો. તે બેચેન દેખાય છે અને તેના વાળને સરખા કરવા લાગે છે. તેના આવા વર્તનની સોશ્યલ મીડિયામાં લોકોએ ખૂબ ટીકા કરી છે. એકે લખ્યું કે આલિયાની બૉડી-લૅન્ગ્વેજ વિચિત્ર છે અને તે પ્રોફેશનલ નથી. અન્યએ લખ્યું કે આલિયાની બૉડી-લૅન્ગ્વેજ પ્રોફેશનલ નથી. દીપિકા, પ્રિયંકા, અલી ફઝલની જેમ અન્ય લોકો પણ ઇન્ટરનૅશનલ ઇન્ટરવ્યુ આપે છે અને તેમને જોવાં ગમે પણ છે. આલિયા સારી નથી દેખાતી. અન્ય એકે લખ્યું કે આલિયા ફિટ દેખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ થઈ છે.


