રણબીર અને આલિયા બ્લૅક આઉટફિટમાં દેખાયાં હતાં.
દુબઈમાં તેમનો ફૅન મળી આવતાં તેની સાથે આ પાવર કપલે ફોટો ક્લિક કર્યો હતો
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા કપૂર સાથે દુબઈમાં વેકેશન મનાવી રહ્યાં છે. એ દરમ્યાન તેમને દુબઈમાં તેમનો ફૅન મળી આવતાં તેની સાથે આ પાવર કપલે ફોટો ક્લિક કર્યો હતો. રણબીર અને આલિયા બ્લૅક આઉટફિટમાં દેખાયાં હતાં. સૌકોઈ તેમના લુકની પ્રશંસા કરી રહ્યા છે. આલિયા બ્લૅક વનપીસમાં દેખાઈ રહી હતી. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. ફોટોમાં તેમની દીકરી નથી દેખાઈ રહી. આ ફોટો કોઈ રેસ્ટોરાંનો છે. આ ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. રણબીર અને આલિયા પોતાના વર્ક કમિટમેન્ટ્સને કારણે ખૂબ બિઝી હતાં. એથી તેઓ હવે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે.


