ફિલ્મના પ્રોડ્યુસર અને લીડ ઍક્ટર વિન ડીઝલે કહ્યું કે ‘મેં ૨૦૧૭માં ફીમેલ સ્પિનઑફ બનાવવાની શરૂ કરી હતી અને અન્ય સ્પિનઑફ પર પણ કામ ચાલી રહ્યું છે.

હૉબ્સ ઍન્ડ શો’
‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ને લઈને એની હવે સ્પિનઑફ બનવાની છે. અગાઉ ‘હૉબ્સ ઍન્ડ શો’ સ્પિનઑફ બની હતી. જોકે હવે ફીમેલ લીડને લઈને એની સ્પિનઑફ બનવાની છે. ‘ફાસ્ટ એક્સ’ને ટ્રિલજીમાં બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી. જોકે એના બે જ પાર્ટ બનવાના છે. હવે એની સ્પિનઑફની વાતો બહાર આવી રહી છે. આ વિશે ફિલ્મના પ્રોડ્યુસર અને લીડ ઍક્ટર વિન ડીઝલે કહ્યું કે ‘મેં ૨૦૧૭માં ફીમેલ સ્પિનઑફ બનાવવાની શરૂ કરી હતી અને અન્ય સ્પિનઑફ પર પણ કામ ચાલી રહ્યું છે. હું જેટલી જલદી ફિનાલેને લઈને આવીશ એટલી જલદી હું સ્પિનઑફ લઈને આવીશ. ફિલ્મનું એન્ડિંગ બે પાર્ટમાં છે અને એનો પહેલો પાર્ટ ‘ફાસ્ટ એક્સ’ છે. ફિલ્મમાં ઘણાં પાત્રો છે અને બધાં પાંચ સેકન્ડ માટે પણ સ્ક્રીન પર ન આવે ત્યાં સુધી ફ્રૅન્ચાઇઝી પૂરી નહીં થાય.’