Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઓછી હાઇટને કારણે સ્કૂલમાં બુલિંગનો ભોગ બનેલો કિશોર હવે હૉલીવુડની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે

ઓછી હાઇટને કારણે સ્કૂલમાં બુલિંગનો ભોગ બનેલો કિશોર હવે હૉલીવુડની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે

Published : 04 June, 2024 02:48 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં ‘થ્રી થાઉઝન્ડ યર્સ ઑફ લૉન્ગિંગ’ નામની ફિલ્મ કર્યા બાદ હવે તે ‘ફ્યુરિયોસા’ નામની ફિલ્મમાં જોવા મળશે.

ક્વાડેન બેયલ્સ

ક્વાડેન બેયલ્સ


૨૦૨૦માં ક્વાડેન બેયલ્સ નામના ૧૩ વર્ષના બાળકનો વિડિયો વાઇરલ થયો હતો જેણે દરેક વ્યક્તિને અંદરથી હચમચાવી નાખ્યા હતા. ક્વાડેન ઓછી હાઇટને લીધે સ્કૂલમાં બહુ હેરાન થતો હતો જેથી તેની મમ્મીએ દીકરાની વેદના લોકો સુધી પહોંચાડવા માટે એક વિડિયો શૂટ કરીને સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. ક્વાડેનની મમ્મી લોકોને એ સમજાવવા માગતી હતી કે બુલિંગ એક બાળકના માનસને કેટલું પ્રભાવિત કરી શકે છે. આ વિડિયોમાં ક્વાડેન રડતાં-રડતાં એવું બોલે છે કે કાશ કોઈ મારું મર્ડર કરી નાખે.


જોકે આ વિડિયો જોઈને લોકો લાગણીશીલ બની ગયા હતા અને ક્વાડેનના સપોર્ટમાં આવ્યા હતા. તો હૉલીવુડ સેલિબ્રિટીઝ તરફથી પણ ક્વાડેનને ખૂબ સમર્થન મળ્યું હતું. જાણીતા કૉમેડિયન બ્રૅડ વિલિયમ્સે આ બાળક માટે ‘ગોફન્ડમી’ કૅમ્પેન લૉન્ચ કર્યું હતું જેમાં ૪,૭૦,૦૦૦ ડૉલર ભેગા થયા હતા. એક સમયે નિરાશ થઈ ગયેલો ક્વાડેન આજે બહુ ખુશ છે, કેમ કે હવે તે હૉલીવુડ ઍક્ટર બની ગયો છે અને બુલિંગ કરનારાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ૨૦૨૨માં ‘થ્રી થાઉઝન્ડ યર્સ ઑફ લૉન્ગિંગ’ નામની ફિલ્મ કર્યા બાદ હવે તે ‘ફ્યુરિયોસા’ નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ક્રિસ હેમ્સવર્થ સાથે સ્ક્રીન શૅર કરવાનો છે. ક્વાડેનની સફળતા જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ અત્યંત ખુશ થયા છે અને તેને અઢળક શુભેચ્છા આપી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2024 02:48 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK