એવેન્જર્સની બ્લેક વિડોએ ત્રીજા લગ્ન કર્યા
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
એવેન્જર્સમાં બ્લેક વિડોથી જેને આખુ વિશ્વ ઓળખે છે એ સ્કારલેટ જ્હોનસને ત્રીજા લગ્ન કર્યા હોવાના સમાચાર છે. કોમેડિયન કોલિન જોસ્ટ સાથે લગ્ન કરી દીધા છે. જોસ્ટ મુજબ બંનેની પહેલી મુલાકાત વર્ષ 2006માં થઈ હતી.
વર્ષ 2008માં સ્કારલેટે પોતાના પ્રેમી કેનેડાના રાયન રેનલ્ડ્ઝ સાથે લગ્ન કર્યા હતા, આ લગ્ન ફક્ત ત્રણ વર્ષ ટકી શક્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં સ્કારલેટના જીવનમાં રોમેન ડાઉરિક આવ્યો અને આ લગ્ન પણ માત્ર ત્રણ વર્ષ જ ટકી શક્યા હતા.
ADVERTISEMENT
વર્ષ 2017માં બંનેએ ડિવોર્સ લીધા. આ લગ્નથી બંનેને એક બાળક પણ થયુ હતું.
સ્કારલેટ જ્હોનસનની એવેન્જર્સ સિરીઝે તો વૈશ્વિક ધોરણે ધૂમ મચાવી છે. દરેક રેકોર્ડ પણ તોડ્યા છે. જોકે સ્કારલેટની પોતાની ફિલ્મ બ્લેક વિડો કોરોના મહામારીને લીધે આવતા વર્ષે રિલીઝ થવાની છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)