સૌથી વધુ ખ્યાતિ તેમને ‘હૅરી પૉટર’થી મળી હતી. જોકે તેમનું ‘ગેમ્સ ઑફ થ્રોન્સ’નું પાત્ર પણ લોકોને એટલું જ પસંદ પડ્યું હતું. તેમના નિધનથી હૉલીવુડ પણ શોકમાં છે. તેમનું પાત્ર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.

‘હૅરી પૉટર’માં ‘હેગરીડ’નો રોલ કરનાર રૉબીનું નિધન
‘હૅરી પૉટર’માં ‘હેગરીડ’નો રોલ ભજવનાર સૌથી જાણીતા રૉબી કૉલ્ટ્રેનનું ૭૨ વર્ષની વયે નિધન થયું છે. તેમનું આ કૅરૅક્ટર બાળકો સાથે દરેક વયના લોકોના ચહેરા પર સ્માઇલ લાવ્યું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનના સમાચાર મળતાં તેમના ફૅન્સમાં ગમગીની છવાઈ ગઈ છે. તેમનો જન્મ સ્કૉટલૅન્ડમાં ૧૯૫૦ની ૩૦ માર્ચે થયો હતો. પોતાનું એજ્યુકેશન પૂરું કર્યા બાદ તેમણે એડિનબર્ગ ક્લબ્સમાં સ્ટૅન્ડ-અપ કૉમેડી કરવાનું શરૂ કર્યું હતું અને ટેલિવિઝનથી શરૂઆત કરી હતી. સૌથી વધુ ખ્યાતિ તેમને ‘હૅરી પૉટર’થી મળી હતી. જોકે તેમનું ‘ગેમ્સ ઑફ થ્રોન્સ’નું પાત્ર પણ લોકોને એટલું જ પસંદ પડ્યું હતું. તેમના નિધનથી હૉલીવુડ પણ શોકમાં છે. તેમનું પાત્ર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.