ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં સત્યજિત રે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવામાં આવશે હૉલીવુડ ફિલ્મમેકરને

માઇકલ ડગ્લસ
અમેરિકન ઍક્ટર અને પ્રોડ્યુસર માઇકલ ડગ્લસ અનેક ફિલ્મો માટે જાણીતા છે. તેમને ગોવામાં આયોજિત થનાર ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં સત્યજિત રે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમની સાથે તેમની વાઇફ કૅથરિન ઝીટા-જોન્સ પણ હાજર રહેશે. આ ફેસ્ટિવલમાં ૧૦૫ દેશોની ફિલ્મો પણ દેખાડવામાં આવશે. આ ફેસ્ટિવલ વીસ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલને ભવ્ય બનાવવાના પૂરા પ્રયાસ કરવામાં આવ્યા છે. ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ જેવી કે સની દેઓલ, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત નેને, કરણ જોહર, સારા અલી ખાન, નુસરત ભરૂચા, પંકજ ત્રિપાઠી, શ્રેયા ઘોષાલ, શાંતનુ મોઇત્રા અને સુખવિન્દર સિંહ પણ હાજર રહેશે. આ ફેસ્ટિવલને અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્ના હોસ્ટ કરશે. ક્લોઝિંગ સેરેમની વખતે આયુષમાન ખુરાના અને સિંગર અમિત ત્રિવેદી મંચ સંભાળશે.

