આ ફિલ્મમાં સેક્સ સીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી જુહી પરમાર જેવી સેલિબ્રિટીએ ફિલ્મને વખોડી કાઢી હતી.
મીરા રાજપૂત
શાહિદ કપૂરની વાઇફ મીરા રાજપૂતે હાલમાં જ હૉલીવુડની ‘બાર્બી’ને વખોડી કાઢી છે. ‘બાર્બી’ અને ‘ઓપનહાઇમર’ હાલમાં જ રિલીઝ થઈ છે. ‘બાર્બી’એ દુનિયાભરમાં સારો બિઝનેસ કર્યો છે. જોકે ઘણા લોકોએ ફિલ્મને વખોડી કાઢી છે. આ ફિલ્મમાં સેક્સ સીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી જુહી પરમાર જેવી સેલિબ્રિટીએ ફિલ્મને વખોડી કાઢી હતી. આ ફિલ્મમાં સૉન્ગ અને ડાન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી મીરા રાજપૂતે ફિલ્મને વખોડી કાઢી છે. ‘બાર્બી’ને ગ્રેટા ગેર્વિગે ડિરેક્ટ કરી છે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર મીરા રાજપૂતે લખ્યું હતું કે ‘હૉલીવુડ આવું છે અને હૉલીવુડ તેવું છે કહેવામાં આવે છે. જોકે બૉલીવુડની જેમ હૉલીવુડ ડાન્સ નથી કરી શકતું.’


