આ ફિલ્મ ‘ફાસ્ટ એક્સ’નું શૂટિંગ લૉસ ઍન્જલસના હિસ્ટોરિક એન્જેલિનો હાઇટ્સ નેબરહુડમાં કરવામાં આવી રહ્યું છે.

વિન ડીઝલ
વિન ડીઝલની ‘ફાસ્ટ એક્સ’નો હાલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ ફ્રૅન્ચાઇઝીની શરૂઆત ૨૦૦૧માં થઈ હતી અને ત્યારથી લઈને આ જ સુધી આ સિરીઝ વધુને વધુ ગ્રૅન્ડ બનતી આવી છે. આ સિરીઝની દસમી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ‘ફાસ્ટ એક્સ’નું શૂટિંગ લૉસ ઍન્જલસના હિસ્ટોરિક એન્જેલિનો હાઇટ્સ નેબરહુડમાં કરવામાં આવી રહ્યું છે. અહીં બૉબ્સ માર્કેટ નામનો સ્ટોર છે જેને ફિલ્મમાં વિન ડીઝલના પાત્ર ડૉમિનિક ટોરેટોના ફૅમિલીનો હોવાનું દેખાડવામાં આવ્યું છે. ત્યાં જ ટોરેટોનું ઘર પણ દેખાડવામાં આવ્યું છે. આ જગ્યા શૂટિંગને કારણે ખૂબ જ ફેમસ થઈ છે અને લોકો અહીં સેલ્ફી લેવા નહીં, પરંતુ કાર રેસ માટે પણ આવે છે. તેઓ બૉબ્સ માર્કેટથી લઈને ડાઉનટાઉન સુધી રેસ લગાવે છે. આથી સતત કારના અવાજ અને ત્યાં અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હોવાથી ત્યાં રહેતા લોકો કંટાળી ગયા છે. આથી તેમણે ‘ફાસ્ટ એક્સ’ના શૂટિંગનો શુક્રવારે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.