Lee Sun-kyun No More: અભિનેતા લી સન-ક્યુનનું નિધન થયું છે. તેનો મૃતદેહ સેન્ટ્રલ સિઓલ પાર્કમાં કારમાંથી મળી આવ્યો હતો. પોતાના ઘરમાં એક સુસાઈડ નોટ પણ છોડી હતી
લી સન-ક્યુન (તસવીર સૌજન્ય: ટ્વિટર)
કી હાઇલાઇટ્સ
- સ્થાનિક પોલીસને શંકા છે કે લી સન ક્યુને આત્મહત્યા કરી છે
- અભિનેતા કારની પેસેન્જર સીટ પરથી મળી આવ્યો હતો
- લી સન ક્યુનની ગેરકાયદે દવાઓના ઉપયોગની શંકાના આધારે ત્રણ વાર તપાસ થઈ હતી
ઓસ્કાર વિજેતા ફિલ્મ `પેરાસાઇટ`ના એક્ટર લી સન-ક્યુનનું નિધન (Lee Sun-kyun No More) થયું છે. દક્ષિણ કોરિયાની ઇમરજન્સી ઓફિસે માહિતી આપતા જણાવ્યું હતું કે અભિનેતા લી સન-ક્યુનનું નિધન થયું છે. તેનો મૃતદેહ સેન્ટ્રલ સિઓલ પાર્કમાં કારમાંથી મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લી સન કયુનના રિવારે બુધવારે ફરિયાદ નોંધાવી હતી. લીએ પોતાના ઘરમાં એક સુસાઈડ નોટ પણ છોડી હતી. ત્યારબાદ અભિનેતા એક બગીચામાં પાર્ક કરેલી કારમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં તેને મૃત (Lee Sun-kyun No More) જાહેર કરવામાં આવ્યો હતો. અભિનેતા કારની પેસેન્જર સીટ પર મળી આવ્યો હતો.
ADVERTISEMENT
લી `પૅરાસાઇટ`માં તેના ઉત્તમ રોલ માટે જાણીતો હતો. આ ફિલ્મમાં તેણે એક સમૃદ્ધ પરિવારના હેડ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે તેને વર્ષ 2021માં "કાસ્ટ ઇન અ મોશન પિક્ચર" માટે સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ પણ મળ્યો હતો.
સ્થાનિક પોલીસને શંકા છે કે 48 વર્ષીય લી સન ક્યુને આત્મહત્યા (Lee Sun-kyun No More) કરી છે. તેના એક દિવસ પહેલા જ લી સુન ક્યૂનને ડ્રગ્સના સેવનના કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેતાએ કોઈપણ પ્રકારની માદક દ્રવ્યો અથવા નશીલા પદાર્થોનું સેવન કરવાનો ઇનકાર કર્યો હતો. અને બીજા જ દિવસે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે પોલીસને એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે કહ્યું કે તેનો પતિ કથિત રીતે સુસાઇડ નોટ લખીને ઘર છોડી ગયો છે. અને ઘરે કાર પણ હાજર નથી. પોલીસે બાદમાં આ વ્યક્તિની ઓળખ લી સન ક્યૂન તરીકે કરી હતી. લી સુન ક્યૂનને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર (Lee Sun-kyun No More) કર્યો હતો. લી સન ક્યુનની કારની અંદર બળી ગયેલા ચારકોલ બ્રિકેટના પુરાવા પણ મળ્યા હતા, જે સૂચવે છે કે તેણે આત્મહત્યા કરી હશે.
છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી તપાસ
લી સન ક્યુનની ગેરકાયદે દવાઓ અને અન્ય દવાઓના ઉપયોગની શંકાના આધારે અત્યાર સુધીમાં ત્રણ વખત પૂછપરછ કરવામાં આવી હતી. 23 ડિસેમ્બર, શનિવારના રોજ આ સંબંધમાં અભિનેતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઑક્ટોબર 2023માં લી સન ક્યુન પર ગેરકાયદેસર ડ્રગના ઉપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી તેની તપાસ કરવામાં આવી રહી હતી.
ડ્રગ્સ સેવન મામલે શું કહ્યું હતું લી સન ક્યુને?
અભિનેતાએ કહ્યું હતું કે મેં તેને મારા નાક દ્વારા સેવન કર્યું હતું. સ્ટ્રોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ મને લાગ્યું કે આ સ્લીપિંગ પિલ્સ છે. મને ખબર નહોતી કે તે ડ્રગ્સ છે.