કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર એક અનઑફિશ્યલ નિયમ છે, જે ડ્રેસ અને હીલ્સ પહેરવાનો છે

જેનિફર લૉરેન્સ
બૉલીવુડની સેલિબ્રિટીઝ તેમની ફૅશન સ્ટાઇલને એક સ્ટેપ આગળ વધારી રહી છે ત્યારે હૉલીવુડની સેલિબ્રિટીઝ હવે કેટલાક નિયમો તોડી રહી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર એક અનઑફિશ્યલ નિયમ છે, જે ડ્રેસ અને હીલ્સ પહેરવાનો છે. જોકે જેનિફર લૉરેન્સ રેડ કાર્પેટ પર ફ્લિપ-ફ્લૉપ પહેરીને આવી હતી. તે ચેરી રેડ સિલ્ક ગાઉનમાં જોવા મળી હતી.