તેણે તેના મ્યુઝિક કૅટલૉગને ૨૦૦ મિલ્યન ડૉલરમાં વેચી નાખ્યા બાદ આ નિર્ણય લીધો હોવાની ચર્ચા છે
જસ્ટિન બીબર
કૅનેડિયન પૉપ સ્ટાર જસ્ટિન બીબર તેના મ્યુઝિક કૅટલૉગને વેચ્યા બાદ રિટાયર થવાનું પ્લાનિંગ કરી રહ્યો હોય એવી ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે જસ્ટિને જાહેર કર્યું હતું કે તેને રામસે હન્ટ સિન્ડ્રૉમ છે અને એમાં તેના ચહેરાનો થોડો ભાગ પૅરૅલાઇઝ થઈ ગયો છે. તેણે ૨૦૧૮માં હેલી બાલ્ડવીન સાથે લગ્ન કર્યાં હતાં જ્યારે તેની ઉંમર ૨૪ વર્ષની હતી. જસ્ટિન હાલમાં તેની હેલ્થ પર ફોકસ કરી રહ્યો છે. તેના સ્ટારડમનો ભાર એટલો વધી ગયો છે કે તે હવે એને ઉઠાવી નથી શકતો અને એથી જ તે તેની પત્ની સાથે લોકોની નજરોથી દૂર થવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

