28 વર્ષીય ગાયકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે બીમારીને કારણે તેની જસ્ટિસ વર્લ્ડ ટૂર કેન્સલ કરી રહ્યો છે

તસવીર સૌજન્ય: એએફપી
પોપ સિંગર જસ્ટિન બીબરે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ચાહકોને જણાવ્યું કે તે રામસે હન્ટ સિન્ડ્રોમથી પીડિત છે, જેના કારણે ચહેરા આંશિક રીતે પૅરૅલાઇઝ્ડ થઈ ગયો છે. 28 વર્ષીય ગાયકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે બીમારીને કારણે તેની જસ્ટિસ વર્લ્ડ ટૂર બંધ કરી રહ્યો છે. ટોરોન્ટોમાં તેના પ્રથમ કોન્સર્ટના થોડા કલાકો પહેલા તેણે આ જાહેરાત કરી હતી.
ચહેરાના લકવા ઉપરાંત, તે બહેરાશનું કારણ બની શકે છે. બીબરે એક વીડિયોમાં ખુલાસો કર્યો કે “જેમ તમે જોઈ શકો છો, હું આંખ મીંચી શકતો નથી, હું મારા ચહેરાની આ બાજુ સ્મિત કરી શકતો નથી.”
View this post on Instagram
"તેથી, મારા ચહેરાની આ બાજુ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. તેથી જે લોકો મારો આગામી શો રદ થવાથી નિરાશ છે, હું કહેવા માગુ છું કે હું શારીરિક રીતે કોન્સર્ટ કરવા સક્ષમ નથી. આ ખૂબ જ ગંભીર છે.” ગાયકે કહ્યું કે તે ચહેરાની કસરત કરી રહ્યો છે. સંપૂર્ણ આરામ પણ લઈ રહ્યો છે, જેથી તે સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે અને જે કરવા માટે જન્મ્યો હતો તે કરી શકે.”
તમને જણાવી દઈએ કે આ ત્રીજી વખત છે જ્યારે બીબરની ટૂર સ્થગિત કરવામાં આવી છે. અગાઉ, કોવિડ-19 રોગચાળાને કારણે બે ટૂર સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેની પત્ની હેલી બીબરને પણ કોરોના હતો. તાજેતરમાં જ પત્ની હેલીને પણ મગજમાં લોહીના જામી જવાને કારણે સ્ટ્રોક આવ્યો હતો.