° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


જો બધા જ પોતાને પીડિત માનશે તો ખરા પીડિતોનું કોણ સાંભળશે : ક્રિસ રૉક

01 August, 2022 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અવૉર્ડ્સ દરમ્યાન કૉમેડિયન ક્રિસ રૉકે વિલ સ્મિથની વાઇફ જેડા પિન્કેટના વાળને લઈને મજાક કરી હતી એ સાંભળતાં વિલ સ્મિથ રોષે ભરાયો હતો અને સ્ટેજ પર જઈને તેણે ક્રિસને તમાચો મારી દીધો હતો

ક્રિસ રૉક અને વિલ સ્મિથ

ક્રિસ રૉક અને વિલ સ્મિથ

ઑસ્કર અવૉર્ડ્સમાં ક્રિસ રૉકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથે એક વિડિયો શૅર કરીને માફી માગી છે એને જોતાં ક્રિસે જણાવ્યું કે જો બધા પોતાને પીડિત માનશે તો ખરા અર્થમાં પીડિત લોકોનું કોણ સાંભળશે. અવૉર્ડ્સ દરમ્યાન કૉમેડિયન ક્રિસ રૉકે વિલ સ્મિથની વાઇફ જેડા પિન્કેટના વાળને લઈને મજાક કરી હતી એ સાંભળતાં વિલ સ્મિથ રોષે ભરાયો હતો અને સ્ટેજ પર જઈને તેણે ક્રિસને તમાચો મારી દીધો હતો. આ ઘટનાની ચોમેર ચર્ચા થઈ હતી. હવે વિલને પણ પોતાના કર્યા પર પસ્તાવો થઈ રહ્યો છે. એને જોતાં ક્રિસે વિલની સરખામણી ‘ડેથ રો રેકૉર્ડ્‍સ’ના સીઈઓ સુગે નાઇટ સાથે કરી હતી. પોતાની રિપ્લાય આપતાં ક્રિસ રૉકે કહ્યું કે ‘દરેક જણ પોતાને પીડિત ગણાવવાનો પ્રયાસ કરે છે. જો દરેક જણ પીડિત હોવાનો દાવો કરશે તો પછી જે ખરા અર્થમાં પીડિત હશે તેમનું કોઈ નહીં સાંભળે. મને પણ સુગે સ્મિથે (સુગે નાઇટ)તમાચો માર્યો હતો, પરંતુ હું બીજા જ દિવસે કામ પર ગયો હતો.’

01 August, 2022 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

સો કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ‘થોર’

૨૦૨૨માં સો કરોડની ક્લબમાં પહોંચેલી આ ​હૉલીવુડની બીજી ફિલ્મ છે

10 August, 2022 01:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

ડ્વેન જૉન્સન કોનો પેટ બનવા માગે છે?

ડ્વેન તેની આગામી ઍનિમેટેડ ફિલ્મ ‘DC લીગ ઑફ સુપર-પેટ્સ’ને પ્રમોટ કરી રહ્યો છે

09 August, 2022 05:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

નવ મહિનાની રિલેશનશિપ બાદ કિમ અને પિટનું બ્રેકઅપ?

કિમ કર્ડાશિયન અને પિટ ડેવિડસનનું ૯ મહિનાની રિલેશનશિપ બાદ બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. કાન્યે વેસ્ટ સાથેના સંબંધ બાદ કિમ અને પિટ રિલેશનશિપમાં આવ્યાં હતાં.

07 August, 2022 12:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK