વર્ષ 2008માં હૉલિવૂડ ડિરેક્ટર `ડેની બૉયલ` (Danny Boyle)ની ફિલ્મ `સ્લમડૉગ મિલિયનર` (Slumdog Millionaire)એ ઑસ્કર એવૉર્ડ્સમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનાર એક્ટર દેવ પટેલના કરિઅરને રાતો-રાત સ્ટારડમ મળી ગયું હતું.
દેવ પટેલ (ફાઈલ તસવીર)
હોલિવૂડ સ્ટાર દેવ પટેલ હવે ડાયરેક્શનમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. દેવ પટેલે `મંકી મેન` નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દેવ પટેલ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની વાર્તા પણ ભગવાન હનુમાનના જીવનથી પ્રેરિત છે.
વર્ષ 2008માં હૉલિવૂડ ડિરેક્ટર `ડેની બૉયલ` (Danny Boyle)ની ફિલ્મ `સ્લમડૉગ મિલિયનર` (Slumdog Millionaire)એ ઑસ્કર એવૉર્ડ્સમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનાર એક્ટર દેવ પટેલના કરિઅરને રાતો-રાત સ્ટારડમ મળી ગયું હતું. આ ફિલ્મ પછી દેવ પટેલ સુપરસ્ટાર બની ગયો હતો. હૉલિવૂડમાં હવે દેવ પટેલ અને હવે તેમની મંકી મેન ખૂબ જ મોટું નામ છે.
ADVERTISEMENT
એક્ટિંગ જગતમાં નામના મેળવ્યા બાદ દેવ પટેલ હવે ડિરેક્શનમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે. દેવ પટેલે હિન્દી ફિલ્મ દ્વારા પોતાના ડિરેક્શનની શરૂઆત કરી છે. આ ફિલ્મ `મન્કી મેન` (Monkey Man) આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને દેવ પટેલે જ ડિરેક્ટ કરી છે.
પોતે જ ભજવશે લીડ રોલ
દેવ પટેલે આ ફિલ્મમાં પોતે જ લીડ રોલ ભજવવાના છે. દેવ પટેલની આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં દેવ પટેલ દળદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી પણ ભારતથી જ નીપજી છે. ટ્રેલરમાં પણ વાર્તીની ઝલક જોવા મળી રહી છે. ફિલ્મમાં ભગવાન હનુમાનના જીવનથી પણ પ્રેરિત છે. આ ફિલ્મની શરૂઆત જ હનુમાનની સ્ટોરીઝથી શરૂ થાય છે. ફિલ્મનો ટ્રેલર આખા વિશ્વમાં પસંદ કરવામાં આવી રહ્યો છે.
ભગવાન હનુમાનના જીવન પર આધારિત છે સ્ટોરી
ફિલ્મની સ્ટોરીના હીરો ભગવાન હનુમાનની વાર્તાઓથી ખૂબ જ પ્રેરિત જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં હીરો માસ્ક પહેરે છે. જેને મન્કી મેન કહેવામાં આવે છે. ફિલ્મની વાર્તા ભારતના એક ગામથી શરૂ થાય છે. એક છોકરો જે ગામના લોકો પર થતા અત્યાચારો જોઈને મોટો થાય છે તે તેમનો સામનો કરે છે. આ સંદર્ભમાં, એક શક્તિશાળી ક્રિયા વિકસે છે અને ફિલ્મને ઉત્તેજક બનાવે છે. આ ફિલ્મ આ વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. આ ફિલ્મ પહેલા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. પરંતુ હવે તે આખી દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મંકી મેનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં દેવ પટેલ તેની ફિચર ડિરેક્શનની શરૂઆત કરી રહ્યો છે. ત્રણ મિનિટથી વધુ લાંબા ટ્રેલરમાં, દેવનું પાત્ર ભ્રષ્ટ રાજકારણીઓ સામે વેરની શોધ કરે છે જેમણે તેની માતાની હત્યા કરી અને ગરીબો અને સત્તા વિનાના લોકોને નુકસાન પહોંચાડ્યું. આ ફિલ્મ ભારત આધારિત હનુમાનની વાર્તા પરથી પ્રેરિત છે.