Corona Virus: બોન્ડ ફિલ્મોની સ્ટાર ઓલ્ગા કોરોનાવાઇરસની ઝપટમાં
બોન્ડ ફિલ્મની સ્ટાર ઓલ્ગા કુરલેન્કો - તસવીર-ઇન્સ્ટાગ્રામ
જેમ્સ બોન્ડની હિરોઇન ઓલ્ગા કુરેલેન્કોએ 15મી માર્ચે ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં પોતાને કોરોનાવાઇરસ પોઝિટીવ આવ્યો હોવાની કબુલાત કરી હતી. છેલ્લા એક સપ્તાહથી માંદી ઓલ્ગાએ આ પોસ્ટમાં પોતાની માંદગીની વાત શેર કરી હતી. ઓલ્ગાએ જેમ્સ બોન્ડ ફેર્ન્ચાઇઝીની 'ક્વોન્ટમ ઑફ સોલેસ'માં અભિનય કર્યો હતો, આ ફિલ્મ 2008માં આવી હતી. આ ઉપરાંત તેણે સાયન્સ ફિક્શન ફિલ્મ 'ઓબ્લિવિયન'માં પણ અભિનય કર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે તેનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
ADVERTISEMENT
તેણે પોસ્ટમાં લખ્યું છે કે, "તે ઘરમાં જ લોક્ડ ડાઉન છે. અઠવાડિયાથી તેને સતત થાક લાગતો હતો અને તે કોરોનાવાઇરસનું એક લક્ષણ છે." ઓલ્ગાએ પોતાના ચાહકોને પણ સુરક્ષાના પગલાં લેવાની તથા સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે. આ પહેલાં હોલીવુડ એક્ટર ટોમ હેંક્સ અને તેની પત્ની રીતા કોરોનોવાઇસ પોઝિટીવનાં દર્દી બની ચુક્યાં છે. કોરોનાવાઇરસ હવે 157 દેશો સુધી પહોંચ્યો છે અને આજે સોમવાર સવાર સુધીમાં વિશ્વ ભરમાં 1,69,515 કેસિઝ સામે આવ્યા છે. ભારતમાં બે દર્દીઓ કોરોનાવાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે અને 111 કેસિઝની પુષ્ટિ થઇ છે.