આવતી કાલે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પર્ફોર્મ કરવાના છે

બૅકસ્ટ્રીટ બૉય્ઝ
અમેરિકન બૅન્ડ બૅકસ્ટ્રીટ બૉય્ઝ મુંબઈમાં આજે પર્ફોર્મ કરવાના છે. તેઓ ‘DNA વર્લ્ડ ટૂર’ માટે નીકળ્યા છે. આ બૅન્ડે ‘શો મી ધ મીનિંગ’, ‘આઇ વૉન્ટ ઇટ ધૅટ વે’, ‘શેપ ઑફ માય હાર્ટ’ અને ‘ક્વિટ પ્લેઇંગ ગેમ વિથ માય હાર્ટ’ જેવાં હિટ સૉન્ગ્સ આપ્યાં છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટ દરમ્યાન મુંબઈમાં આવેલી ઘણી હૉલીવુડની સેલિબ્રિટીઝને તેમણે પાપારાઝીએ ‘મુંબઈ મેં સ્વાગત’ એમ કહ્યું હતું, સાથે જ તેમને પોતાની તરફ જોવા માટે મરાઠીમાં ‘ઇકડે ઇકડે’ એમ કહી રહ્યા હતા. આ વખતે બૅકસ્ટ્રીટ બૉય્ઝની સાથે પણ તેમણે આવી રીતે જ વાત કરી હતી. લોકોને પણ એ સવાલ થાય છે કે પાપારાઝી આવું શું કામ પૂછતા હોય છે? બૅકસ્ટ્રીટ બૉય્ઝે ઇજિપ્ત અને આઇસલૅન્ડમાં પર્ફોર્મ કર્યું હતું. હવે મુંબઈના જીયો વર્લ્ડ ગાર્ડન્સમાં આજે પર્ફોર્મ કરશે. આવતી કાલે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પર્ફોર્મ કરવાના છે. આ સિવાય આ બૅન્ડ અબુ ધાબી, બાહરિન, સાઉદી અરબ, ઇઝરાયલ અને સાઉથ આફ્રિકામાં પણ પર્ફોર્મ કરશે.
ગ્રૅન્ડ વેલકમ
અમેરિકન બૅન્ડ ‘બૅકસ્ટ્રીટ બૉય્ઝ’નું મુંબઈની હોટેલમાં ખૂબ જ ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બૅકસ્ટ્રીટ બૉય્ઝ તેમની ડીએનએ ટૂર માટે મુંબઈમાં છે. તેમણે જ્યારે હોટેલમાં ચેકઇન કર્યું ત્યારે એ હોટેલના સ્ટાફ દ્વારા તેમના ગીત ‘લાર્જર ધૅન લાઇફ’ પર પર્ફોર્મ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બૅકસ્ટ્રીટ બૉય્ઝના ફ્રન્ટમૅન નિક કાર્ટરે એક વિડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં સ્ટાફ મેમ્બર પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે અને નિક કાર્ટર કહી રહ્યો છે કે ‘મેં મારી સમગ્ર કરીઅરમાં આ રીતનું વેલકમ પહેલી વાર જોયું છે. એકદમ ક્રેઝી છે.’