હૉલીવુડની આ ફિલ્મના એ ઇન્ટિમેટ સીન દરમ્યાન વ્યક્તિના હાથમાં આપણા મહાન ગ્રંથ ભગવદ્ગીતાને દેખાડવામાં આવ્યો છે
અનુરાગ ઠાકુર
‘ઓપનહાઇમર’માં જે સેક્સ સીનને લઈને વિવાદ થઈ રહ્યો છે એને સેન્સરે પાસ કર્યો એથી કેન્દ્રીય ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર નારાજ થયા છે. હૉલીવુડની આ ફિલ્મના એ ઇન્ટિમેટ સીન દરમ્યાન વ્યક્તિના હાથમાં આપણા મહાન ગ્રંથ ભગવદ્ગીતાને દેખાડવામાં આવ્યો છે. એને લઈને હિન્દુ ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આવા સીનને પાસ કરવા પર અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આવી બેદરકારી કઈ રીતે કરવામાં આવી? સાથે જ તેમણે આ ફિલ્મમાંથી એ સીન હટાવવાની પણ માગણી કરી છે. તદુપરાંત આ સીનને પાસ કરનારાઓ વિરુદ્ધ પણ તેમણે સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે. સેન્સર બોર્ડ હાલમાં થોડા સમયથી વિવાદોમાં રહેતું જોવા મળી રહ્યું છે.


