મુંબઈ પોલીસ દ્વારા ‘આદિપુરુષ’ના ડાયલૉગ રાઇટર મનોજ મુંતશિરને સિક્યૉરિટી આપવામાં આવી છે. તેની લાઇફને લઈને ધમકીઓ મળી હોવાથી તેણે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે.
ફાઇલ તસવીર
યુનિયન ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરનું કહેવું છે કે લોકોની લાગણી દૂભવવાનો હક કોઈને નથી. ‘આદિપુરુષ’ને લઈને દરેક વ્યક્તિ ફિલ્મને બૅન કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ફિલ્મે લોકોની ધાર્મિક લાગણી દૂભવી છે. આ ફિલ્મના કેટલાક ડાયલૉગમાં પણ ફેરફાર કરવાનું મેકર્સ દ્વારા વચન આપવામાં આવ્યું છે. આ ફિલ્મ વિશે વાત કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘કોઈ વ્યક્તિને કોઈની લાગણી દૂભવવાનો હક નથી. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા આ ઇશ્યુ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તેમનું કામ છે. રાઇટર અને ડિરેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ફિલ્મમાં જરૂરી બદલાવ કરશે.’


