° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


આપણે નથી જાણતા એવું કંઈક જોવા મળી શકે છે `બાગડબિલ્લા` ગુજરાતી ફિલ્મમાં, જુઓ ટીઝર

14 September, 2022 03:57 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સચિન બ્રહ્મભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ `બાગડબિલ્લા`માં ચેતન ધનાણી સિવાય ઓજસ રાવલ, ચેતન દૈયા અને જોલી રાઠોડ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતી ફિલ્મ `બાગડબિલ્લા`નું ટીઝર રિલીઝ

ગુજરાતી ફિલ્મ `બાગડબિલ્લા`નું ટીઝર રિલીઝ

ઢોલીવૂડ ફિલ્મ `રાડો`, `ફક્ત મહિલાઓ માટે` અને `નાડી દોષ` બાદ એક અલગ જ વિષય સાથે નવી ફિલ્મ આવી રહી છે. રેવા ફેમ અભિનેતા ચેતન ધનાણી સ્ટારર અને સચિન બ્રહ્મભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ `બાગડબિલ્લા`નો પહેલો લુક સામે આવી ગયો છે. મેકર્સ અને ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર `બાગલબિલ્લા`ની એક ઝલક શેર કરવામાં આવી છે. જે જોઈને દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

માધવ મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ `બાગલબિલ્લા`ના ટીઝરની વાત કરીએ તો, તે ખુબ જ રસપ્રદ છે. ફિલ્મની એક ઝલકે દરેકને ઉત્સાહિત કર્યા છે. આ ફિલ્મ દ્વારા તમને એક નવી સ્ટોરી જોવા મળશે. રહસ્ય અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મ થ્રીલર કોમેડી છે.  અભિનેતા ચેતન ધનાણીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટિઝર શેર કર્યુ છે.  જેમાં ` આપણે નથી જાણતા..એ નથી, એવું નથી` લખેલું વાક્ય જોવા મળે છે, જે જોઈને એવું લાગે છે કે ખરેખર આપણે કંઈક નહીં જાણતા હોય તેવું આ ફિલ્મમાં જોવા મળશે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chetan Dhanani (@thatschetan)

ચેતન ધનાણી સિવાય ઓજસ રાવલ, ચેતન દૈયા અને જોલી રાઠોડ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે હવે નવા વિષયો સાથે ફિલ્મ આવી રહી છે. તાજેતરમાં રાડો, ફક્ત મહિલાઓ માટે અને નાડીદોષ જેવી ફિલ્મો રિલીઝ થઈ. ત્યારે હવે ફરી એક  રસપ્રદ નવી સ્ટોરી સાથે `બાગડબિલ્લા`ના ટિઝરે દર્શકોનો ઉત્સાહિત કર્યા છે.  

 

14 September, 2022 03:57 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી ‘લાસ્ટ ફિલ્મ શૉ’નું ટ્રેલર થયું રિલીઝ,જુઓ અહીં

આ ફિલ્મમાં ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોલી અને વિકાસ બાટા છે

28 September, 2022 04:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

14 વર્ષના છોકરાની વાર્તા શોર્ટ ફિલ્મ પ્રહલાદ દરેક ઉદ્યોગસાહસિક માટે પ્રેરણારૂપ

પ્રહલાદ એક 14 વર્ષના છોકરાની પ્રેરણાદાયી વાર્તા છે, જે તેની 10 રૂપિયા થી 10,000 કરોડ રૂપિયાની કંપનીની સફરનું વર્ણન કરે છે. આ ફિલ્મનું નિર્માણ શ્બેંગ મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.

27 September, 2022 05:39 IST | Mumbai | Partnered Content
ઢોલીવૂડ સમાચાર

નવરાત્રી સ્પેશ્યલ : અર્બન ગુજરાતી ફિલ્મોના આ ગરબા વિના તમારું પ્લે-લિસ્ટ અધુરું

તાજેતરમાં રિલીઝ થયેલી અનેક ગુજરાતી ફિલ્મોમાં ગરબા ગીત છે

26 September, 2022 05:35 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK