ડિજિટલ પ્લૅટફૉર્મ પર લેખક તરીકે એન્ટ્રી કરશે રવીના ટંડન
રવીના ટંડન
રવીના ટંડન બહુ જલદી ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે. જોકે તે ઍક્ટર તરીકે નહીં, પરંતુ રાઇટર તરીકે જોવા મળશે. ડિજિટલ પ્લૅટફૉર્મ માટેનાં ચાર પ્રોજેક્ટસને રવીના પોતાનાં બૅનર AA ફિલ્મ્સનાં માધ્યમથી પ્રોડ્યુસ પણ કરવાની છે. આ વિશે વધુ માહિતી આપતા રવીનાએ કહ્યું હતું કે ‘અમે જલદી જ શૂટિંગ શરૂ કરવાનાં છીએ. આ બધા જ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે છે. મને આ માધ્યમ અદ્ભુત લાગે છે. એનાં પર ઍક્સપેરિમેન્ટ કરતાં ઘણું બધુ કામ કરી શકાય છે. સાથે જ એમાં બે કલાકનાં સમયનું પણ કોઈ બંધન ન હોવાથી એ તમને સ્ટોરી કહેવાની પણ આઝાદી આપે છે. એથી આ પ્લૅટફૉર્મ મને ખૂબ જ ઍક્સાઇટિંગ લાગે છે.’