પાર્થ ઓઝા, ટ્વિંકલ બાવા, જયકા યાજ્ઞિકના ઘરે પધાર્યા ઈકૉ ફ્રેન્ડલી ગણેશ
આજે ગણેશ ચતુર્થી છે. દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે. ઠેર ઠેર ગણપતિનું સ્થાપન થઈ રહ્યું છે. ગલીએ ગલીએ ગણેશ પંડાલ લાગ્યા છે. તમે પણ કદાચ તમારા ઘરે બપ્પાનું સ્થાપન કર્યું હશે. ત્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ ઉત્સાહથી ગણેશોત્સવ મનાવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સ, સિંગર્સ અને પ્રોડ્યુર્સે પણ પોતાના ઘરે ભગવાન ગણપતિનું સ્થાપન કર્યું છે.
સિંગર અને એક્ટર પાર્થ ઓઝાએ પણ પોતાના ઘરે બપ્પાનું સ્થાપન કર્યું છે. પાર્થ ઓઝાએ આ બપ્પાની મૂર્તિ સાથેનો આ ફોટો શૅર કર્યો છે. પાર્થ ઓઝાએ પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજતા પાર્થ ઓઝાએ પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે.
ADVERTISEMENT

તો એક્ટ્રેસ જયકા યાજ્ઞિકે પણ ભગવાન ગણેશની મૂર્તિ સાથે ફોટો શૅર કર્યો છે. જયકા યાજ્ઞિકના કાકાના ઘરે ગણપતિ સ્થાપન કરાયું છે. તેમના કાકાના ઘરે દર વર્ષે ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. જયકાના કાકાના ઘરે પણ ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરાયું છે.

ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ડિરેક્ટર વિજયગિરી બાવા અને પ્રોડ્યુસર ટ્વિંકલગિરી બાવાના ઘરે પણ ગણેશજીનું આગમન થયું છે. ડિરેક્ટર-પ્રોડ્યુસર કપલે પણ પોતાના ઘરે ઈકોફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. ફોટોમાં પ્રોડ્યુસર ટ્વિંકલગિરી બાવા પુત્રી યશ્વી સાથે ભગવાન ગણેશનું સ્થાપન કરતા દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિજયગિરી ફિલ્મોઝ હાલ પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ મોન્ટુની બિટ્ટુની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકીની આ ફિલ્મ બીજા સપ્તાહમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.


