° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


નીલમ પંચાલ અભિનીત ફિલ્મ‘૨૧મું ટિફિન’નું ટ્રેલર રિલીઝ, ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ થઈ છે આ ફિલ્મ

02 December, 2021 03:18 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

બાવનમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે.

ગુજરાતી ફિલ્મ ૨૧મું ટિફિન નું ટ્રેલર આઉટ

ગુજરાતી ફિલ્મ ૨૧મું ટિફિન નું ટ્રેલર આઉટ

તાજેતરમાં ઢોલિવૂડમાં ફિલ્મ ‘૨૧મું ટિફિન’ (21mu tiffin)  ને લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. બાવનમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં નીલમ પંચાલ (Niilam paanchal), નેત્રી ત્રિવેદી અને રૌનક કામદારે અભિનય કર્યો છે. જ્યારે વિજયગિરિ બાવા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 

આ ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો, વાર્તા એ મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ ટિફિન બિઝનેસ ચલાવતી હોય છે. આ ફિલ્મ દરેક સ્ત્રીના જીવન સાથે જોડાયેલી છે. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક ટિફિન બનાવતી મહિલા કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, અને જીવનમાં કેવા ઉતાર-ચઢાવ આવે છે. આ​ ફિલ્મને રામ મોરીએ લખી છે. અભિનેેત્રી નીલમ પંચાલે ફિલ્મનું ટ્રેલર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niilam Paanchal ? (@niilampaanchal)

ટ્રેલરની શરૂઆત અભિનેત્રી નીલમના પંચાલના એક સંવાદથી થાય છે, બાદમાં મા-દિકરી વચ્ચે થતી અનબન જોવા મળે છે.  આગળ વાર્તામાં આવતા કેટલાક ઉતાર-ચઢાવની ઝલક જોવા મળે છે. નીલમ પંચાલનો અભિનય દિલને સ્પર્શી જાય એવો છે. આ ફિલ્મ લેખક રામ મોરીના પુસ્તક ‘મહોતું’ની એક વાર્તા ‘એકવીસમું ટિફિન’પરથી બનાવવામાં આવી છે, તેની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પેનોરેમા કેટેગરીમાં સત્તાવાર રીતે પસંદગી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ નવું વર્ષ ગુજરાતી સિનેમા જગત માટે નવી વધામણી સાથે આવ્યું, ફિલ્મ ‘એકવીસમું ટિફિન’ને મળી આ મોટી સફળતા

નીલમ પંચાલ સહિતના કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ શેર કર્યુ છે. આ ફિલ્મ 10 ડિસેમ્બરના રોજ સીનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ વર્ષે પેનોરેમા કેટેગરીમાં વિવિધ ભાષાઓની 25  ફીચર ફિલ્મ્સની પસંદગી કરવામાં આવી છે, જેમાં ‘એકવીસમું ટિફિન’ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે.

 

02 December, 2021 03:18 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

Utttaran: ગુજરાતી સિતારાઓએ આ રીતે ઉજવ્યો પતંગોત્સવનો તહેવાર,જુઓ કોણે શું કર્યું?

પતંગોત્સવ માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ગુજરાતી સિતારાઓ પણ ઉજવે છે. ત્યારે જાણો કયા ઢોલીવૂડ સિતારાઓ કેવી રીતે ઉજવ્યો આ નવા વર્ષનો પહેલો પર્વ.

14 January, 2022 09:47 IST | Mumbai | Shilpa Bhanushali
ઢોલીવૂડ સમાચાર

ડિઝાયરેબલ ગુજરાતી અભિનેતાની અભ્યાસ સાથે અભિનયનું સંતુલન જાળવી હિરો બનવાની સફર

ઢોલિવૂડના હ્રિતિક રોશન તરીકે ઓળખાતા અભિનેતા રોનક કામદારની કેટલીક રસપ્રદ અને અજાણી વાતો જાણો.

13 January, 2022 01:43 IST | Mumbai | Nirali Kalani
ઢોલીવૂડ સમાચાર

21મું ટિફિન ફેમ અભિનેત્રી નીલમ પાંચાલ કોરોના સંક્રમિત, શૅર કરી આ રસપ્રદ રીલ

21મું ટિફિન અને હેલ્લારો ફેમ અભિનેત્રી નીલમ પંચાલ કોરોના સંક્રમિત થઈ છે આ વાતની માહિતી તેમણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી રીલ પોસ્ટ શૅર કરીને આપી છે.

10 January, 2022 11:21 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK