° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


મારા ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘ભગવાન બચાવે’ માટે હું બહુ જ એક્સાઇટેડ છું : જીનલ બેલાણી

15 September, 2022 03:32 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

બીજી ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું પોસ્ટર રિલીઝ

જીનલ બેલાણી, ‘ભગવાન બચાવે’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

જીનલ બેલાણી, ‘ભગવાન બચાવે’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

મીઠડા અવાજ અને ક્યૂટનેસ દ્વારા લોકોનાં મન મોહી લેનાર અભિનેત્રી જીનલ બેલાણી (Jhinal Belani) તેની આગામી ફિલ્મમાં હવે બેવડી ભૂમિકા ભજવવાની છે. જીનલ બેલાણી પોતાની આગામી ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહી છે. તેના દ્વારા દિગ્દર્શિત અને અભિનિત ફિલ્મ ‘ભગવાન બચાવે’ (Bhagwan Bachave)નું પોસ્ટર આજે રિલીઝ થયું છે ત્યારે, અભિનેત્રી જીનલ બેલાણીએ દિગ્દર્શક તરીકેની તેની પહેલી ફિલ્મના પોસ્ટર રિલીઝ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે.

જીનલ બેલાણીએ ‘ભગવાન બચાવે’ની રિલીઝ ડેટ અને પોસ્ટરની સોશ્યલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે. સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, “લાઇફ ની રોલર કોસ્ટર થી, ઓફીસ ની કચકચ થી, દુનિયા ની મગજમારીઓ થી....‘ભગવાન બચાવે’. પ્રસ્તુત છે ભગવાન બચાવે – ૨.૧૨.૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં.”

અહીં જુઓ ફિલ્મનું પોસ્ટર :

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jhinal Belani (@jhinalbelani)

પોસ્ટર પરથી ખબર પડે છે કે, ફિલ્મ બેન્ક ફ્રોડને રિલેટેડ હશે.

ડિરેક્ટોરિયલ ડેબ્યૂ વિશે જીનલ બેલાણી કહે છે કે, ‘હું દિગ્દર્શક તરીકેની મારી ડેબ્યૂ ફિલ્મ ‘ભગવાન બચાવે’ માટે બહુ જ ઉત્સુક છું. અત્યાર સુધી કૅમેરાની સામે કામ કર્યું છે. પણ પહેલી વાર કૅમેરા સાથે કામ કર્યું છે. ફિલ્મમાં અભિનેત્રી અને દિગ્દર્શિકા એમ બેવડી ભૂમિકા ભજવી છે. આ બન્ને ભૂમિકા ભજવવામાં બહુ જ મજા આવી છે. આ ફિલ્મ મારા દિલની બહુ નજીક છે. એટલે હું તેની રિલીઝ માટે આતુર છું.’

‘અભિનેત્રી તરીકે જ્યારે પણ નવી ફિલ્મની જાહેરાત થવાની હોય કે પછી તેનું પોસ્ટર, ટીઝર રિલીઝ થવાનું હોય તો હું હંમેશા ઉત્સુક હોવ છું. પણ જ્યારે આજે ‘ભગવાન બચાવે’નું પોસ્ટર રિલીઝ થવાનું હતું ત્યારે હું એક્સાઇટેડ તો હતી જ પણ સાથે-સાથે નર્વસ પણ હતી કે, ફિલ્મનું પોસ્ટર કેવું લાગશે દર્શકોને. જોકે, પોસ્ટર રિલીઝની સાથે જ તેને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. જેનાથી હું ખુબ જ ખુશ છું. સાથે જ એક્સાઇટમેન્ટમાં પણ વધારો થયો છે.’ એમ જીનલે ઉમેર્યું હતું.

ફિલ્મની વાર્તા વિશે અભિનેત્રી કહે છે કે, ‘ભગવાન બચાવે આ વાક્ય આપણે આપણા રોજબરોજના જીવનમાં હંમેશા વાપરતા જ હોઈએ છીએ. ફિલ્મની વાર્તા પણ આ વાક્યની આસપાસ જ ફરે છે. જે તમને ફિલ્મના ટીઝર અને ટ્રેલર પરથી ખબર પડી જ જશે. બાકી તો એટલું જ કહીશ કે ફિલ્મ, લાઇટ-હાટેર્ડ કૉમેડી છે.’

‘ભગવાન બચાવે’માં જીનલ બેલાણીની સાથે ભૌમિક સંપટ (Bhaumik Sampat) અને મુની ઝા (Muni Jha) મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં ભાવિની જાની (Bhavini Jani), પ્રેમ ગઢવી (Prem Gadhvi), હેમાંગ દવે (Hemang Dave), ઓજસ રાવલ (Ojas Rawal), રોનક કામદાર (Raunaq Kamdar), મેહુલ બુચ (Mehul Buch), અનુરાગ પ્રપ્પન (Anurag Prappana), મોરલી પટેલ (Morli Patel) મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન જીનલ બેલાણી અને ભૌમિક સંપટે કર્યું છે. વાલ્મિકી પિક્ચર્સ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

‘ભગવાન બચાવે’નું ટ્રેલર ઑક્ટોબર મહિનાના અંતમાં રિલીઝ થશે. પોસ્ટર જોયા બાદ ટ્રેલરની હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

15 September, 2022 03:32 PM IST | Mumbai | Rachana Joshi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી ‘લાસ્ટ ફિલ્મ શૉ’નું ટ્રેલર થયું રિલીઝ,જુઓ અહીં

આ ફિલ્મમાં ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોલી અને વિકાસ બાટા છે

28 September, 2022 04:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

14 વર્ષના છોકરાની વાર્તા શોર્ટ ફિલ્મ પ્રહલાદ દરેક ઉદ્યોગસાહસિક માટે પ્રેરણારૂપ

પ્રહલાદ એક 14 વર્ષના છોકરાની પ્રેરણાદાયી વાર્તા છે, જે તેની 10 રૂપિયા થી 10,000 કરોડ રૂપિયાની કંપનીની સફરનું વર્ણન કરે છે. આ ફિલ્મનું નિર્માણ શ્બેંગ મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.

27 September, 2022 05:39 IST | Mumbai | Partnered Content
ઢોલીવૂડ સમાચાર

નવરાત્રી સ્પેશ્યલ : અર્બન ગુજરાતી ફિલ્મોના આ ગરબા વિના તમારું પ્લે-લિસ્ટ અધુરું

તાજેતરમાં રિલીઝ થયેલી અનેક ગુજરાતી ફિલ્મોમાં ગરબા ગીત છે

26 September, 2022 05:35 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK