તેમની નવીનતમ પ્રસ્તુતી, બુશર્ટ ટી-શર્ટ, તેમના પ્રેક્ષકો માટે સમાન અથવા વધુ સારી ગુણવત્તાની કોમેડી લઈ આવ્યાનું વચન આપે છે

ડાબેથી: કમલેશ ઓઝા, ઈશાન રાંદેરિયા, રશ્મિન મજીઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા અને વંદના પાઠક.
આપણા રોજિંદા જીવનની દોડધામમાં, લોકો ઘણી વાર દિલથી હસવા જેવા સરળ આનંદને માણવાનું ભૂલી જાય છે. સ્વાભાવિક છે જ્યારે કોઈ કામ અને જવાબદારીઓ વધી જાય ત્યારે હસવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આનંદ માટે સમય કાઢવો એ વ્યક્તિની એકંદર સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. એટલા માટે કોકોનટ મોશન પિક્ચર્સ તેમની તાજેતરની કોમેડી ફિલ્મ, `બુશર્ટ ટી-શર્ટ` સાથે પાછી ફરી છે, અને જો તમે તમારા વ્યસ્ત શેડ્યૂલમાં તેના માટે સમય કાઢો તો ખૂબ સારું રહેશે.
કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા સહ પરિવાર, મિત્રો સાથે માણી શકાય એવી મૂવીઝ બનાવવા માટે જાણીતા છે. જે દરેકના ચહેરા પર સ્મિત લાવશે. `બુશર્ટ ટી-શર્ટ` સાથે, તેઓ તે જ કરવાનું લક્ષ્ય રાખે છે. તેઓ સારી કોમેડી ફિલ્મનું મહત્વ સમજે છે, કારણ કે તે આપણને રોજબરોજની મુશ્કેલીઓથી દૂ...ર આનંદ અને હાસ્યની દુનિયામાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. `હાસ્ય શ્રેષ્ઠ દવા છે` એ વાક્ય આપણે બધાએ સાંભળ્યું છે, પરંતુ સવાલ એ છે કે શું આપણે ખરેખર તેના પર ધ્યાન આપીએ છીએ? અને તેને આપણા રોજિંદા જીવનમાં સામેલ કરવાનો પ્રયાસ કરીએ છીએ ? મોટેભાગે, જવાબ `ના` હોઈ શકે છે. પરંતુ `જાગ્યા ત્યારથી સવાર`, જીવનમાં ક્યારેય મોડું થતું નથી, એક સારી કોમેડી ફિલ્મ સાથે તમારા જીવનમાં હાસ્યને વહેવા દો.
ADVERTISEMENT
સ્લૅપસ્ટિક હ્યુમરથી લઈને વિનોદી મશ્કરી સુધી, કોકોનટ મોશન પિક્ચર્સે હંમેશા હાસ્યનો આરોગ્યપ્રદ ડોઝ આપ્યો છે, જે તમામ વય જૂથને અપીલ કરે છે. તેમની નવીનતમ પ્રસ્તુતી, બુશર્ટ ટી-શર્ટ, તેમના પ્રેક્ષકો માટે સમાન અથવા વધુ સારી ગુણવત્તાની કોમેડી લઈ આવ્યાનું વચન આપે છે. નિર્માતા શ્રી રશ્મિન મજીઠીયા જણાવે છે, "અમારી ફિલ્મોમાં હંમેશા વિવિધ પ્રકારની લાગણીઓ હોય છે, જેનો આપણે આપણા જીવનમાં અનુભવ કરીએ છીએ, પરંતુ કોમેડી ફિલ્મો હવે આપણી શક્તિ બની ગઈ છે. લોકોને લાગણીશીલ બનાવવા એ એક અલગ વાત છે, પરંતુ સેંકડો લોકોને એકસાથે હસાવવા એ એક સંપૂર્ણપણે આનંદમય લાગણી છે.અનુભૂતિ છે. અમે વધુ કોમેડી મૂવીઝ બનાવવાનું ચાલુ રાખીશું, તેમાંથી દરેક અનોખી અને હજુ પણ કંઈક એવી હશે જે અમારા દર્શકોને પસંદ આવશે."
આજના યુગમાં, કોઈક રીતે કૌટુંબિક કોમેડી ફિલ્મો ઓછી અથવા તો દૂર થઈ રહી છે, જેનું સ્થાન ઘેરા હાસ્ય કે જબરદસ્તી હસાવવાનો પ્રયત્ન કરતી કૉમેડીએ લીધું છે. આવા સમયે, કોકોનટ મોશન પિક્ચર્સ આ ભરતીની વિરુદ્ધ જઈ રહ્યું છે, અને સમગ્ર પરિવાર માટે આરોગ્યપ્રદ મનોરંજન લાવી રહ્યું છે. એક પ્રોડક્શન હાઉસ તરીકે, તેઓ પહેલાથી જ તેમના પ્રેક્ષકોના દિલ `ચાલ જીવી લઈએ` અને `કહેવતલાલ પરિવાર` દ્વારા જીતી જ ચૂક્યા છે, જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની બે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પણ છે. અને તેઓ તેમની નવી રચના સાથે તેમના પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
પ્રેક્ષક જાણે છે કે કોકોનટ મોશન પિક્ચર્સે કોમેડી ફિલ્મો બનાવવાની કળામાં નિપુણતા મેળવી છે, જે સામાન્ય જન ને આકર્ષે છે. તેથી, તમારા પરિવારને લઈ તેમની નવીનતમ કમાલની ધમાલનો આનંદ માણવા નજીકના થિયેટરમાં પહોંચી જાઓ. તમારા કૅલેન્ડરમાં તારીખ માર્ક કરો, કારણ કે બુશર્ટ ટી-શર્ટ તમારી નજીકના થિયેટરોમાં 5મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. હસવાની અને તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવાની આ અમૂલ્ય હાસ્યતક ગુમાવશો નહીં.

