Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાસ્ટ ફિલ્મ શૉના ભાવિન રબારીને મળ્યો ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમીનો મોટો એવૉર્ડ

લાસ્ટ ફિલ્મ શૉના ભાવિન રબારીને મળ્યો ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમીનો મોટો એવૉર્ડ

16 January, 2023 05:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લો શૉ ફિલ્મ અને તેના મુખ્ય કલાકાર ભાવિન રબારીની યશકલગીમાં વધુ એક પીછું ઊમેરાયું છે. પાન નલિનની લાસ્ટ ફિલ્મ શૉએ 27મા સેટેલાઈટ એવૉર્ડ્સમાં ઈન્ટરનેશન પ્રેસ એકેડેમીનો `બેસ્ટ બ્રેકથ્રુ પર્ફૉર્મન્સ` એવૉર્ડ મેળવ્યો છે.

IPA એવૉર્ડ એનાયત કરાયો ભાવિન રબારીને

IPA એવૉર્ડ એનાયત કરાયો ભાવિન રબારીને


લૉસ એન્જલિસ CA 14 જાન્યુઆરી, 2023: છેલ્લો શૉ ફિલ્મ અને તેના મુખ્ય કલાકાર ભાવિન રબારીની યશકલગીમાં વધુ એક પીછું ઊમેરાયું છે. પાન નલિનની લાસ્ટ ફિલ્મ શૉએ 27મા સેટેલાઈટ એવૉર્ડ્સમાં ઈન્ટરનેશન પ્રેસ એકેડેમીનો `બેસ્ટ બ્રેકથ્રુ પર્ફૉર્મન્સ` એવૉર્ડ મેળવ્યો છે.

ગુજરાતી બાળ કલાકાર ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્તાર મેળવનાર લોકોમાં સૌથી યુવા છે, જે એડવર્ટ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લીઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા અન્ય ભૂતપૂર્વ એવોર્ડ વિજેતઓની યાદીમાં જોડાયા છે.



લાસ્ટ ફિલ્મ શૉ 21 વર્ષમાં પહેલી ભારતીય ફિલ્મ છે જેને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઑસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.


આ વિજય પર પોતાની ભાવના વ્યક્ત કરતા નિર્દેશકે અને લેખક પાન નલિને કહ્યું, “ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે ખુબ જ વિનમ્ર છે. આ એવોર્ડ ખરેખર ખાસ છે, કારણકે તે આટલી નાની ઉંમરમાં તેની મહેનતને ઓળખાણ આપે છે. "

"હું ખૂબ જ ખુશ છું અને આ ફિલ્મ સાથેની તક માટે નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીરભાઈનો આભાર માનું છું. હું આશા રાખું છું કે આપણે ભારતને ગૌરવ અપાવી શકીશું અને આવા ઘણાંબધાં એવોર્ડ જીતી શકીશું અને ઑસ્કાર ઘરે લાવી શકીશું." ફિલ્મના 13 વર્ષના મુખ્ય અભિનેતા ભાવિન રબારીએ ઉમેર્યું હતું.


95મા એકેડેમી એવોર્ડ્સના શોર્ટલિસ્ટમાં પસંદ થયેલી અન્ય ફિલ્મો વચ્ચે, આ ફિલ્મ પ્રશંસા મેળવી રહી છે અને, ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66મા સેમિન્સી અને વૈશ્વિક સ્તરે અસંખ્ય અન્ય ફિલ્મ ફેસ્ટિવલ અને એવાર્ડ સમારોહમાં પણ ટોચના સન્માન મેળવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉની સ્ક્રિપ્ટ બનશે ઑસ્કર લાઇબ્રેરીના કૉર કલેક્શનનો ભાગ

સિદ્ધાર્થ રૉય કપૂર, ધીર મોમાયા, પાન નલિન અને માર્ક ડુઅલ દ્વારા નિર્મિત, લાસ્ટ ફિલ્મ શૉ જાપાન અને ઇટલીમાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ યુએસમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રૉય કપૂર ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી અને હવે તે નેટફ્લિક્સ ઇન્ડિયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે. ઑરેન્જ સ્ટુડિયો વર્લ્ડ સેલ્સ એજન્ટ છે અને તે ફ્રાન્સમાં પણ ફિલ્મ રિલીઝ કરશે, જ્યારે શોચીકુ અને મેડુસા જેવા સ્ટુડિયો તેને અનુક્રમે જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યા છે.
 

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK