મુંબઈમાં એક કાર્યક્રમમાં, સમંથા રૂથ પ્રભુએ ટીમના માલિક તરીકે વર્લ્ડ પિકલબોલ લીગમાં રોકાણ કરવા વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે, તેણે કોઈ સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લીધો નહોતો અને તેને લાગે છે કે પિકલબોલ કોઈપણ રમી શકે છે. કૉન્ફરન્સમાં સમંથાએ દરેક ક્ષેત્રમાં મહિલાઓની સુરક્ષા વિશે પણ વાત કરી હતી.