મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર બાદ મોડી રાત્રે સલમાન ખાન અભિનેત્રીના માતા-પિતાને ઘરે ગયો હતો. સલમાન ખાને બ્લુ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ અને કાળા શૂઝ સાથે નેવી બ્લુ શર્ટ પહેર્યું હતું. જ્યારે સલમાન તેના સુરક્ષાકર્મીઓ સાથે ચાલતો હતો, ત્યારે તેના ચહેરા પર ગંભીરતા વર્તાઇ આવતી હતી. મૃત્યુના દિવસે, મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન અને સલીમ ખાન, સલમા ખાન, સોહેલ ખાન સહિત આખો ખાન પરિવાર તેને મલાઈકાને ટેકો આપવા આવ્યો હતો. શિલ્પા શેટ્ટી, ક્રિતી સેનન, દિયા મિર્ઝા અને સોનાલી બેન્દ્રે પણ મલાઈકાના પેરન્ટ્સના ઘરે પહોંચ્યા હતા કરીના અને કરિશ્મા કપૂર, અરોરા સિસ્ટર્સની બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે તેઓ પણ ત્યાં હતા અને સાથે અર્જુન કપૂર અને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન પણ હાજર હતા.