રામગોપાલ વર્માની શ્રેષ્ઠ કૃતિઓમાં સત્ય અને કંપની જેવી ગેંગસ્ટર ડ્રામા શામેલ છે, જે અંડરવર્લ્ડથી પ્રેરિત છે. ફિલ્મમેકરે અમારા બૉમ્બે ફિલ્મ સ્ટોરી પૉડકાસ્ટ દરમિયાન મિડ-ડેને કહ્યું કે તેણે ક્યારેય અપરાધની દુનિયા દ્વારા પ્રેરિત પાત્રોનું ચિત્રણ કરતા ક્યારેય કોઈ જજમેન્ટ લગાવ્યું નથી. તેણે એ પણ કહ્યું કે રિયલ ગેંગસ્ટરોને સિનેમામાં તેઓ કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે તેનાથી કોઈ ફરક પડતો નથી.