`પંચાયત`ની ત્રીજી સીઝન માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તે રાહ પૂરી થઈ ગઈ છે! ઉત્સાહ સાથે નવો સીઝન હવે સ્ટ્રીમ થઈ રહ્યો છે અને તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ લોન્ચને ઉજવવા માટે નિર્માતાઓએ સોમવાર રાત્રે સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજ્યું, જેમાં શોની કાસ્ટ અને ક્રૂ સાથે અન્ય ખ્યાતનામ સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં સર્ગુન મહેતા, નીના ગુપ્તા, ડિરેક્ટર દીપક મિશ્રા, ભુવન બામ, જાકિર ખાન, ચંદન રોય, સુમિત વ્યાસ, રવિ દુબે, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને ડો. વિકાસ દિવ્યકીર્તિનો સમાવેશ થાય છે.