શાહરુખ ખાનના બંને બાળકો આર્યન અને સુહાના ખાને, 4 ઓગસ્ટ, રવિવારના રોજ એક ઇવેન્ટમાં આકર્ષક દેખાવ કર્યો હતો. તેઓએ મુંબઈમાં આર્યનની લક્ઝરી એપેરલ બ્રાન્ડ ડી`યાવોલના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આર્યન બ્લેક ટી-શર્ટ, જીન્સ અને ડેનિમ જેકેટમાં સ્ટાઇલિશ લાગતો હતો, જ્યારે સુહાના ફ્લાવર-પ્રિન્ટ મેક્સી ડ્રેસમાં સ્ટનિંગ દેખાતી હતી. આ ઈવેન્ટમાં લક્ષ્ય લાલવાણી, અહાન શેટ્ટી, તાહા શાહ બદુશા, નિયા શર્મા, માહિરા શર્મા અને ફિરોઝા ખાન જેવી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.