ઝીનત અમાને સોશ્યલ મીડિયા પર લાઇફ વિશેના પોતાના વિચાર વ્યક્ત કર્યા
ઝીનત અમાન
ઝીનત અમાન આજે પણ સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને પોતાના વિચારો દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા મારફત જીવનની સચ્ચાઈ અને દેખાડા વચ્ચેનો ફરક ઊંડાણપૂર્વક સમજાવ્યો છે. ઝીનત અમાને જણાવ્યું હતું કે ‘આપણે કેવી રીતે ભ્રમમાં જીવી રહ્યા છીએ અને ધીમે-ધીમે આ જિંદગીના આડંબરના આદી બની ગયા છીએ. આ ભ્રમભર્યા જીવનમાં બધું ખૂબ સાફ દેખાય છે, પરંતુ હકીકત એનાથી સંપૂર્ણ વિપરીત છે. આપણી અસલી જિંદગી અંદરથી સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે છતાં આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ.’
જિંદગી વિશે વાત કરતાં ઝીનત અમાને કહ્યું હતું કે ‘કોઈની પણ જિંદગી સંપૂર્ણ રીતે ગોઠવાયેલી નથી હોતી. કોઈ બાબત આપણને સુંદર લાગે છે તો એનું કારણ એ હોય છે કે એના વિશે આપણને પૂરતી માહિતી નથી હોતી. દરવાજા પર દેખાતા ચહેરા પાછળ ઘણી વખત ખોટી હકીકત છુપાયેલી હોય છે. લાલચ, છેતરપિંડી, હિંસા, ઈર્ષ્યા અને વાસના જેવી નકારાત્મક બાબતોથી આપણી જિંદગી ઘેરાયેલી છે.’


