એક સમયની બોલ્ડ ઍક્ટ્રેસ ગણાતી ઝીનત અમાન આ રિલેશનશિપને જરૂરી માને છે. બૉલીવુડમાં ઝીનત અમાનની ગણતરી એક સમયે બોલ્ડ ઍક્ટ્રેસ તરીકે થતી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઝીનત અમાને લિવ-ઇન રિલેશનશિપ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
ઝીનત અમાન
બૉલીવુડમાં ઝીનત અમાનની ગણતરી એક સમયે બોલ્ડ ઍક્ટ્રેસ તરીકે થતી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઝીનત અમાને લિવ-ઇન રિલેશનશિપ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
આ ઇન્ટરવ્યુમાં ઝીનતે કહ્યું છે કે ‘હું માનું છું કે દરેક કપલે લગ્ન પહેલાં થોડો સમય સાથે રહીને પોતાના સંબંધને ચકાસવો જોઈએ. મેં મારા દીકરાઓને પણ લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી છે. હું સ્પષ્ટપણે માનું છું કે લગ્ન જેવો મોટો નિર્ણય લેતાં પહેલાં દરેક કપલે થોડો સમય સાથે રહેવું જોઈએ. મને એવું લાગે છે કે સંબંધમાં પરિવાર અને ગવર્નમેન્ટની એન્ટ્રી થાય એ પહેલાં સંબંધની સારી રીતે ચકાસણી કરી લેવી જોઈએ. દિવસમાં થોડા કલાક માટે બેસ્ટ વર્ઝન બનીને રહેવું સહેલું છે, પણ સામેની વ્યક્તિનો મૂડ ખરાબ હોય ત્યારે સાથે રહી શકાય છે કે નહીં એ પણ જોઈ લેવું જોઈએ. મને ખબર છે કે ભારતીય સમાજ લગ્ન પહેલાં સાથે રહેવાના મામલે થોડી રૂઢિચુસ્ત માનસિકતા ધરાવે છે, પણ આ વિચારોમાં થોડા પરિવર્તનની જરૂર છે.’

