વિકીપીડિયા પર તેનો જન્મદિવસ ૨૩ માર્ચ દેખાડી રહ્યો છે, જે ખોટું છે. તેની સાચી બર્થ ડેટ ૨૦ માર્ચ છે

કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે વિકીપીડિયાને લેફ્ટિસ દ્વારા હાઇજૅક કરી નાખવામાં આવ્યું છે. કંગનાનું કહેવું છે કે તેની માહિતી વિકીપીડિયા પર ખોટી છે. વિકીપીડિયા પર તેનો જન્મદિવસ ૨૩ માર્ચ દેખાડી રહ્યો છે, જે ખોટું છે. તેની સાચી બર્થ ડેટ ૨૦ માર્ચ છે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર કંગનાએ લખ્યું કે ‘વિકીપીડિયાને લેફ્ટિસ દ્વારા હાઇજૅક કરી નાખવામાં આવ્યું છે. મોટા ભાગની મારી માહિતી ખાસ કરીને મારો જન્મદિવસ, મારી હાઇટ અને મારું બૅકગ્રાઉન્ડ વગેરે માહિતી ખોટી છે. આપણે ગમે એટલી એને સુધારવાની કોશિશ કેમ ન કરી હોય, અંતે તો એ પાછી ખોટીને ખોટી જ માહિતી દેખાડે છે. જોકે હવે ઘણી રેડિયો ચૅનલ્સ, ફૅન ક્લબ અને મારા શુભચિંતકોએ મને ૨૦ તારીખે વિશ કરવાનું શરૂ કરી દીધું છે.’