નાના પાટેકરને ૨૦૦૮માં આવેલી હૉલીવુડની લિયાનાર્ડો ડિકૅપ્રિયોની ‘બૉડી ઑફ લાઇસ’ ઑફર કરવામાં આવી હતી જેને તેણે ઠુકરાવી દીધી હતી
ફાઇલ તસવીર
નાના પાટેકરને ૨૦૦૮માં આવેલી હૉલીવુડની લિયાનાર્ડો ડિકૅપ્રિયોની ‘બૉડી ઑફ લાઇસ’ ઑફર કરવામાં આવી હતી જેને તેણે ઠુકરાવી દીધી હતી. આ એક અમેરિકન સ્પાય ઍક્શન થ્રિલર હતી જેને રીડ્લી સ્કૉટ દ્વારા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ સ્ટોરી મિડલ ઈસ્ટમાં સેટ હતી, જેમાં સીઆઇએ અને જૉર્ડનની જીઆઇડી મળીને અલ-સલીમને પકડે છે. અલ-સલીમ ટેરરિસ્ટ છે. હૉલીવુડની ઑફર મળ્યા છતાં કેમ ઠુકરાવી એ વિશે પૂછવામાં આવતાં નાના પાટેકરે કહ્યું કે ‘એ સમયે મારામાં ઇંગ્લિશમાં ડાયલૉગ બોલવાનો કૉન્ફિડન્સ નહોતો. હું અંગ્રેજી એટલી ફ્લુઅન્ટ નહોતો બોલી શકતો. હું એને યાદ રાખીને ગમે તે રીતે એ ડિલિવર કરી શક્યો હોત એ પણ શક્ય હતું, પણ મને જે પાત્ર ઑફર કરવામાં આવ્યું હતું એ મને ગમ્યું નહોતું. હું ટેરરિસ્ટ ન બની શકું. મને જે લોકો ફૉલો કરે છે અથવા મારા કામને જોવાનું પસંદ કરે છે તેઓ મને એ પાત્રમાં જોવા નથી માગતા. આ ફિલ્મ લિયોનાર્ડો ડિકૅપ્રિયોની ‘બૉડી ઑફ લાઇસ’ હતી.’


