અનુ કપૂરે તેને ઓળખવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે
અનુ કપૂર, કંગના રનોટ
અનુ કપૂર તેમની આગામી ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ એના કલાકારોને સતત ધમકી મળી રહી હતી. ફિલ્મને બૅન કરવાની પણ માગણી ઊઠી હતી. છેવટે ફિલ્મને કોર્ટ દ્વારા ક્લીન ચિટ મળતાં એને ગઈ કાલે રિલીઝ કરવામાં આવી છે. એ પહેલાં ફિલ્મના કલાકારો સાથે પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી. થોડા દિવસ પહેલાં કંગના રનૌતને CISFની કર્મચારી કુલવિન્દર કૌરે થપ્પડ મારી હતી એને લઈને કેટલાકે કંગનાને અને કેટલાકે એ મહિલાને ટેકો આપ્યો હતો. કંગનાને પડેલી એ થપ્પડની ઘટના વિશે પૂછવામાં આવતાં અનુ કપૂર કહે છે, ‘યે કંગનાજી કૌન હૈ? કોઈ બડી હિરોઇન હૈ? સુંદર હૈ?’
કંગના હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાનું ઇલેક્શન જીતીને સંસદસભ્ય બની છે. અનુ કપૂરનો આવો જવાબ સાંભળીને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર સૌકોઈ ચોંકી ગયા હતા. વધુમાં અનુ કપૂર કહે છે કે જો મને કોઈએ તમાચો માર્યો હોત તો મેં કાયદાકીય પગલાં લીધાં હોત.


