° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

20 November, 2020 08:28 PM IST | Ahmedabad | Nirali Dave

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

૨૦૧૩માં લંડન અને કેરળ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થયેલી જાણીતા બંગાળી ફિલ્મમેકર અને કવિ બુદ્ધદેબ દાસગુપ્તાની ડાર્ક કૉમેડી ફિલ્મ ‘અનવર કા અજબ કિસ્સા’ આજથી ઇરોઝ નાઉના ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ‘અનવર કા અજબ કિસ્સા’માં અનવર નામના વિચિત્ર સ્વભાવ ધરાવતા ડિટેક્ટિવની વાત છે જે પોતાની શૈલીથી કેસ સૉલ્વ કરે છે. તેને તેના પોતાના ગામડામાં અનમોલ નામના એક વ્યક્તિનો કેસ સોંપાય છે અને વાર્તામાં વળાંક આવે છે. સાથે સાથે તેના આયેશા નામની છોકરી સાથે પ્રણયની વાર્તા પણ આગળ વધે છે.

ડ્રામૅટિક રીતે સુખ-દુઃખની વાત રજૂ કરતી તથા માનવમગજની સુંદરતા અને અટપટા સ્વભાવને ઉજાગર કરતી ‘અનવર કા અજબ કિસ્સા’માં ડિટેક્ટિવ અનવર તરીકે નવાઝુદ્દીન સિદ્દીકી અને અનમોલ તરીકે પંકજ ત્રિપાઠી જોવા મળશે, તો અનવરની પ્રેમિકા આયેશાના પાત્રમાં મિસ અર્થ ઇન્ડિયા રહી ચૂકેલી ઍક્ટ્રેસ નિહારિકા સિંહ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં નવાઝુદ્દી સિદ્દીકી અને પંકજ ત્રિપાઠી આજ જેટલા લોકપ્રિય કલાકારો નહોતા. કોરોના વાઇરસને કારણે થિયેટરો બંધ રહેતાં લોકો ઓટીટી પ્લૅટફૉર્મ તરફ વળ્યા અને આમ પણ આ પ્રકારની ફિલ્મો માટે થિયેટર-રિલીઝ અઘરી પડે છે ત્યારે મેકર્સનો સીધા ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય યોગ્ય છે.

20 November, 2020 08:28 PM IST | Ahmedabad | Nirali Dave

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News in Short: કાર્તિક શું લઈને આવી રહ્યો છે? તો ‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ લેશે અજય?

આ ફોટોમાં તેના વાળ લાંબા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘આ રહા હૈ કુછ અલગ સા. અંદાજા લગાઓ.’

20 June, 2021 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે ‘મૂડ્સ ઍન્ડ મેલડીઝ’ની જાહેરાત કરશે હિમેશ રેશમિયા

"૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે હું મારા ગીતની રિલીઝની તારીખની જાહેરાત કરીશ."

20 June, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ક્રીએટિવ લોકોનું કોઈ ફેવરિટ માધ્યમ નથી હોતું : મનોજ બાજપાઈ

ક્રીએટિવ લોકો માટે કોઈ મીડિયમ ફેવરિટ ન હોવું જોઈએ; કારણ કે તમારે માધ્યમ કોઈ પણ હોય, માત્ર કામ પર ધ્યાન આપવું જોઈએ.

20 June, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK