શહનાઝ ગિલે જણાવ્યું છે કે તેણે સલમાન ખાનના નંબરને કામ બ્લૉક કર્યો હતો. તે સલમાન સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં દેખાવાની છે
ફાઇલ તસવીર
શહનાઝ ગિલે જણાવ્યું છે કે તેણે સલમાન ખાનના નંબરને કામ બ્લૉક કર્યો હતો. તે સલમાન સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં દેખાવાની છે. આ ફિલ્મ ૨૧ એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. સલમાનનો નંબર શું કામ બ્લૉક કર્યો અને આ ફિલ્મ કઈ રીતે મળી એ વિશે શહનાઝે કહ્યું કે ‘મને જ્યારે અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો ત્યારે હું અમ્રિતસરના ગુરદ્વારામાં હતી. મને એક ટેવ છે કે હું એવા નંબર્સને બ્લૉક કરી દઉં છું. એ વખતે પણ મેં એમ જ કર્યું. થોડી મિનિટ બાદ મને મેસેજ આવ્યો કે સલમાન સર મને કૉલ કરી રહ્યા છે. એને વેરિફાય કરવા મેં એ નંબર ટ્રૂકૉલર ઍપ પર નાખ્યો તો મને જાણ થઈ કે ખરેખર સલમાન ખાન મને કૉલ કરી રહ્યા હતા. મેં તરત જ તેમને અનબ્લૉક કર્યા અને તેમને કૉલ કર્યો હતો. એ વખતે તેમણે મને ફિલ્મ ઑફર કરી અને આ રીતે મને આ ફિલ્મ મળી ગઈ.’


